Veterinary Doctor Recruitment in Kutch, Gujarat Bharti 2025: કચ્છમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે કચ્છમાં જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. આ નોકરી મેળવવા માટે કોઈ લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી. નાયબ વન સંરક્ષણ કચેરી ભુજ-કચ્છ દ્વારા બન્ની ગ્રાસલેન્ડ વિભાગ, ભુજના તુગા(લુણા) રેન્જના ભગાડિયા ખાતેના ચિત્તા કન્ઝર્વેશન એરિયા માટે વેટરનરી ડોક્ટરની નિમણુક માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.
આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે ઉમેદવારોએ પોતાના જરૂરી દસ્તાવેજોની પીડીએફ બનાવીને અરજી સાથે dcfbanni@gmail.com 28 જુલાઈ 2025 સાંજના 4 વાગ્યા સુધીમાં મોકલી આપવાના રહેશે.
કચ્છ ભરતી 2025 અંતર્ગત વેટરનરી ડોક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સ્થળ સહિતની મહત્વની માહિતી અહીં જાણો.

કચ્છ ભરતી 2025 ની મહત્વની માહિતી
સંસ્થા નાયબ વન સંરક્ષણ કચેરી, ભુજ-કચ્છ વિભાગ બન્ની ગ્રાસલેન્ડ પોસ્ટ વેટરનરી ડોક્ટર જગ્યા 1 નોકરી પ્રકાર 11 માસ કરાર અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2025 ક્યાં અરજી કરવી dcfbanni@gmail.com- પર મેઈલ કરવો 
કચ્છ ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
નાયબ વન સંરક્ષણ કચેરી ભુજ-કચ્છ દ્વારા બન્ની ગ્રાસલેન્ડ વિભાગ, ભુજના તુગા(લુણા) રેન્જના ભગાડિયા ખાતેના ચિત્તા કન્ઝર્વેશન એરિયા માટે વેટરનરી ડોક્ટરની 1 જગ્યા પર 11 માસના કરાર આધારીત નિમણૂક માટે અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવાર વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (BVSC & AH) માં ડીગ્રી ધારક અથવા કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમથી સ્થાપિત કે તેમાં સમાવિષ્ટ યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીમાં (BVSC & AH) ડીગ્રીધારક હોવો જોઈએ.
 - વાઈલ્ડ લાઈફ-ઝુમાં કામગીરીનો અનુભવ ધરાવનારને પ્રાથમિક્તા આપી શકાશે.
 - કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
 
પગાર
આ ભરતી 11 માસ કરાર આધારીત હોવાથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹50,000 રૂપિયા મહેનતાણુ મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
લાયકાત ધરાવતા ઉમદેવારોએ શૈક્ષણિક લાયકાત, ઉંમર અંગેના પુરાવા, અનુભવના સર્ટિફિકેટની પી.ડી.એફ. ફાઈલ બનાવી અરજી dcfbanni@gmail.com ઈ-મેઈલ આડી પર ઈ-મેઈલ કરવાની રહેશે.અરજી 8 જુલાઈ 2025 સાંજના 4 વાગ્યા સુધીમાં મોકલી આપવાના રહેશે.
ઈન્ટરવ્યુ સ્થળ
કચ્છ વન વર્તુળ કચેરી, ભુજ- કચ્છ
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
પસંદગી પ્રક્રિયા
ઈમેઈલ ઉપર મળેલી અરજીઓમાંથી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈન્ટરવ્યું માટે ટેલિફોનિક કે ઈ મેઈલના માધ્યમથી જાણ કરવામાં આવશે. ઈન્ટરવ્યુ સમયે અસલ પ્રમાણપત્ર તેમજ સ્વપ્રમાણિત નકલ સાથે કચ્છ વન વર્તુળ કચેરી, ભુજ ખાતે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
ભરતીની જાહેરાત- PDF
ઉમેદવારો માટે ખાસ નોંધ
ઉપરની જગ્યા ફક્ત 11 માસ માટે કરાર આધારિત છે. યોગ્ય ઉમેદવાર અને કામગીરીના સંદર્ભમાં આ કરાર 11 માસ પછી વધુ સમય માટે લંબાવી શકાશે. અન્યથા 11 માસનો સમયગાળો પૂરો થતાં આપોઆર કરાર પૂર્ણ થશે.સદરહુ જગ્યા કરારીય તથા પ્રોજેક્ટ આધારિત હોવાથી કાયમી નિમણૂક માટે ભવિષ્યમાં હક્ક દાવો કરી શકાશે નહીં. તથા ઉંમદવારે તે બાબતની બાહેંધરી પણ આપવાની રહેશે.





