Gujarat Bharti 2025 : તમારી પાસે આ લાયકાત છે? તો ગાંધીનગરમાં પરીક્ષા વગર જ મળશે ₹ 60,000ની નોકરી

kayda salakar bharti, Job in Gandhinagar : ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં કાયદા સલાહકાર ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

kayda salakar bharti, Job in Gandhinagar : ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં કાયદા સલાહકાર ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Bharti 2025| Legal advisor recruitment 2025

ગાંધીનગરમાં ભરતી - photo- unsplash

Gujarat Bharti 2025, Legal advisor recruitment 2025, કાયદા સલાહકાર ભરતી : ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગાંધીનગરના આંગણે જ સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસાડ મુંડા ભવન ખાતે લીગલ કન્સલ્ટન્ટ એટલે કે કાયદા સલાહકારની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં કાયદા સલાહકાર ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

કાયદા સલાહકાર ભરતીની મહત્વની માહિતી

સંસ્થા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર
પોસ્ટ કાયદા સલાહકાર
જગ્યા 01
નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત
વય મર્યાાદ 50 વર્ષ
એપ્લિકેશન મોડ ઓફલાઈન
અરજી કરાવની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 20 દિવસની અંદર
સત્તાવાર વેબસાઈટ adijatinigam.gujarat.gov.in

કાયદા સલાહકાર પોસ્ટની વિગતો

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસાડ મુંડા ભવન ખાતે લીગલ કન્સલ્ટન્ટ એટલે કે કાયદા સલાહકારની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ 11 માસના તદ્દન હંગામી ધોરણને ભરવાની છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • માન્ય યુનિવર્સિટી કાયદાની સ્નાતકની ડિગ્રી (L.L.B)
  • C+++ કક્ષાનું કમ્પ્યુટરનું જ્ઞાન
  • ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રભુત્વ

અનુભવ

વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ.સુપ્રીમકોર્ટ-હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.

ભરતી જાહેરાત

વય મર્યાદા અને પગાર ધોરણ

કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ. અને આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી આ જગ્યા પર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 60,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.

અરજી ફી

અરજી પત્રક સાથે કાર્યપાલક નિયામક, ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના નામે ₹100 નો (નોન રીફન્ડેબલ) ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલાવનો રહેશે.

અરજી ફોર્મ PDF

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ અરજી કરવા માટે સંસ્થાની adijatinigam.gujarat.gov.in અથવા આ લેખમાં આપેલા અરજી ફોર્મને ડાઉનલોડ કરવું.
  • સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 20 દિવસ સુધીમાં મળી જાય એ રીતે મોકલવી.
  • અરજી કાર્યપાલક નિયામક, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર, બિરસા મુંડા ભવન, સેક્ટર - 10-એ, ગાંધીનગરના નામે, RPADથી મોકલવાની રહેશે.
Advertisment
ગાંધીનગર નોકરી કરિયર ભરતી