Gujarat Bharti 2025 : મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

Gujarat Bharti 2025, mahemdavad nagarpalika Bharti : ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
August 18, 2025 11:33 IST
Gujarat Bharti 2025 : મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો
મહેમદાવાદ સીટી મેનેજર ભરતી 2025 - photo- unsplash

Gujarat Bharti 2025, mahemdavad nagarpalika Bharti : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Bharti 2025ની મહત્વની માહિતી

સંસ્થામહેમદાવાદ નગરપાલિકા
પોસ્ટસીટી મેનેજર
જગ્યા1
નોકરીનો પ્રકાર11 માસ કરાર
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ19 ઓગસ્ટ 2025
ઈન્ટરવ્યુ સ્થળમહેમદાવાદ

ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકામાં સીટી મેનેજર 11 માસ કરાર આધારિત જગ્યા માટે 19 ઓગસ્ટ 2025ના સોમવારના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદએ હાજર રહેવું.

મહેમદાવાદ નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

મહેમદાવાદ નગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તોઉમેદવારે B.E/B.tech-Enviroment, B.E/B.tech environment, M.E/M.tech-civilની ડિગ્રી કરેલી હોવી જોઈએ.

પગાર ધોરણ – અનુભવ

આ ભરતી માટે અનુભવની વાત કરીએ તો ઉમેદવારોએ ડિગ્રી મળ્યા પછીની 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પોસ્ટ 11 માસ કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારને 30,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત – PDF

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ

ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે રાખીને ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.

  • ઈન્ટરવ્યુ તારીખ- 19 ઓગસ્ટ 2025
  • ઈન્ટરવ્યુ સમય- બપોરે 12 વાગ્યાથી
  • સ્થળ- મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદ, જિલ્લો- ખેડા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ