Gujarat Bharti 2025, મોડાસામાં નોકરીઓ : મોડાસા અને આજુબાજુ વિસ્તારમાં રહેતા અને લખતાં વાંચતા આવડતું હોય એવા ઉમેદવારો અને નોકરી શોધી રહ્યા છો. તો તમારા માટે મોડાસા નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજદારો પાસેથી અરજીઓ મંગાવી છે.
મોડાસા ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
મોડાસા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા મોડાસા નગરપાલિકા વિભાગ આરોગ્ય વિભાગ પોસ્ટ સફાઈકામદાર જગ્યા 20 એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરાવની છેલ્લી તારીખ અરજી જાહેર થયાના 30 દિવસની અંદર અરજી જાહેરાત તારીખ 30-6-2025 ક્યાં અરજી કરવી મોડાસા નગરપાલિકા કચેરી
મોડાસા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિન અનામત 7 આર્થિક રીતે નબળા વર્ગ 2 સા.શૈ.પ.વર્ગ 6 અનુ.જાતિ 2 અનુ.જન.જાતિ 3 કુલ 20
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારોને લખતાં અને વાંચતા આવડતું હોય તેવા ઉમેદવારો મોડાસા નગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે યોગ્ય ગણાશે.
પગાર ધોરણ અને વય મર્યાદા
મોડાસા નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી સફાઈ કામદારની નોકરી માટે ઉમેદવારોની વય મર્યાદા અને પગાર ધોરણ અંગે માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.
- ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત
અરજી કરેવી રીતે કરવી
- મોડાસા નગરપાલિકાની સફાઈ કામદારની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમદેવારે ભરતી જાહેર થયાના મોડામાં મોડી 30 દિવસની અંદર અરજી મળી જાય એ રીતે આર.પી.એ.ડી અથવા સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે.
- સમાચાર પત્રમાં આ પોસ્ટની જાહેરાત 30 જૂન 2025ના રોજ જાહેર થઈ હતી
- અરજી મોડાસા નગરપાલિકા કચેરી, અરવલ્લી જિલ્લો, મોકલાવની રહેશે.