Gujarat Bharti 2025 : સુરેન્દ્રનગરના પાટડીમાં ₹35,000ની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

patdi nagarpalika Bharti, Gujarat Bharti 2025, પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત મ્યુનિસિપલ એન્જીનિયર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : June 19, 2025 09:42 IST
Gujarat Bharti 2025 : સુરેન્દ્રનગરના પાટડીમાં ₹35,000ની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
પાટડી નગરપાલિકા ભરતી - photo- freepik

Gujarat Patdi Municipality Job Recruitment 2025, પાટડી નગરપાલિકા ભરતી : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે જિલ્લામાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી પાટડી નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ એન્જીનિયરની પોસ્ટ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે.

પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત મ્યુનિસિપલ એન્જીનિયર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

પાટડી નગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાપાટડી નગરપાલિકા
પોસ્ટમ્યુનિસિપલ એન્જીનિયર
જગ્યા1
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ30 જૂન 2025
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પાટડી નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જીનિયરની એક જગ્યા 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરવાની છે. આ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. ઉમેદવારોએ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ સાથે 30 જૂન 2025 સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી મોકલવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત મ્યુનિસિપ એન્જીનિયરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે બી.ઈ. સિવિલ કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

પાટડી નગરપાલિકાની આ ભરતી તદ્દમ હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત હોવાથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પ્રતિ મહિને 35,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.

ક્યાં અરજી કરવી?

આ ભરતી માટે રસ ધરાવત ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ સાથે 30 જૂન 2025, સાંજના છ વાગ્યા સુધીમાં મળી જાય એ પ્રમાણે રજિસ્ટર એડી કે કુરિયરથી મોકલી આપવી.

અરજી મોકલવાનું સ્થળ

પાટડી નગરપાલિકા, મુ. પાટડી, તા. પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર, પીન કોડ નંબર – 382765

  • ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત

ઉમેદવારો માટે ખાસ સુચના

  • ઉમેદાવરોએ સાદા કાગળમાં અરજી કરવાની રહેશે.
  • નિયત સમયગાળા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
  • ઉમેદવારનું અરજી પત્રક મુંજબ-નામંજુર કરવાની સત્તા અંતિમ નગરપાલિકાની રહેશે. જે બાબતે કોઈ વાદ-વિવાદ ધ્યાને લેવામાં આવશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ