Gujarat Bharti 2025 : પાટણ, વડોદરા અને ગાંધીનગરમાં પરીક્ષા વગર ₹60,000ની નોકરી, શું જોઈશે લાયકાત?

Legal advisor Job Recruitment in Gujarat : ગુજરાત ભરતી અંતર્ગત લીગલ એક્ઝિક્યુટિવ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

Written by Ankit Patel
Updated : October 16, 2025 11:16 IST
Gujarat Bharti 2025 : પાટણ, વડોદરા અને ગાંધીનગરમાં પરીક્ષા વગર ₹60,000ની નોકરી, શું જોઈશે લાયકાત?
રદાર સરોવર નર્મદા નિગમ ભરતી - photo- freepik

Gujarat bharti 2025, ssnnl legal executive job : ગુજરાતમાં વધુ એક નોકરીના સમાચાર આવી ગયા છે. ગુજરાતના પાટણ, ગાંધીનગર, વડોદરા અને લીંબડી અને આસપાસના વિસ્તારોમાં રહેતા નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખાસ તક આવી ગઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા લીગલ એક્ઝિક્યુટિવ પોસ્ટની કૂલ 4 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

ગુજરાત ભરતી અંતર્ગત લીગલ એક્ઝિક્યુટિવ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાસરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ
પોસ્ટલીગલ એક્ઝિક્યુટિવ
જગ્યા4
નોકરીનો પ્રાકર11 માસ કરાર આધારિત
વય મર્યાદામહત્તમ 50 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ5-11-2025
ક્યાં અરજી કરવી?સરનામું નીચે આપેલું છે

Gujarat Bharti 2025, પોસ્ટની વિગતો

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હસ્તક લીગલ એક્ઝિક્યુટિવની 04 જગ્યા પર 11 માસ માટે કરાર આધારિત નિમણૂક માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ જગ્યા પાટણ, લીંબડી, વડોદરા અને ગાંધીનગર ખાતે હેડક્વાટરમાં છે.

ssnnl bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી (L.L.B)
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ તે પૈકી નામ. ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ-હઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ
  • CCC+ કક્ષાનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન
  • ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી
  • બાર કઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત.

વય મર્યાદા

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં કાયદા સલાહકાર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની આ ભરતી 11 માસની કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ પગાર મળશે.

ક્યાં અરજી કરવી?

  • સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલી અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાથી 5-11-2025 સુધીમાં મળે તે રીતે નીચે આપેલા સરનામે મોકલવાની રહેશે.
  • અધૂરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત PDF

અરજી મોકલવાનું સરનામું

આસી. જનગરલ મેનેજર (પર્સોનેલ)બ્લોક નં.12, બીજો માળ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ