Junior Clerk Bharti 2025: કોલેજ પાસ યુવાનો માટે ગુજરાતમાં કાયમી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat bharti 2025, Junior Clerk Recruitment 2025 : ગુજરાત ભરતી 2025 અંતર્ગત જુનિયર ક્લાર્ક, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

Written by Ankit Patel
July 25, 2025 12:19 IST
Junior Clerk Bharti 2025: કોલેજ પાસ યુવાનો માટે ગુજરાતમાં કાયમી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતી - photo- freepik

Junior Clerk Recruitment 2025, ગુજરાત ભરતી 2025 : ગુજરાતમાં કોલેજ પાસ ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા હોય તેમના માટે રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત રાજ્યની આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU), જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU), નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU), અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU) સહિત ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓએ જાહેરાત નંબર 1/2025 હેઠળ 227 જુનિયર ક્લાર્ક (વર્ગ-3) પોસ્ટ્સ માટે ભરતી માટે સંયુક્ત નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત જુનિયર ક્લાર્ક, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ
પોસ્ટજુનિયર ક્લાર્ક, વર્ગ-3
જગ્યા227
વય મર્યાદા20થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2025
અરજી ક્યાં કરવીwww.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in

જુનિયર ક્લાર્ક ભરતી પોસ્ટની વિગતો

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓએ જાહેરાત નંબર 1/2025 હેઠળ 227 જુનિયર ક્લાર્ક (વર્ગ-3) પોસ્ટ્સ માટે ભરતી માટે સંયુક્ત નોટિફિકેશન બહાર પાડ્યું છે. કઈ યુનિવર્સિટીમાં કેટલી જગ્યાની ભરતી અંગે નીચે માહિતી આપેલી છે.

યુનિવર્સિટીનું નામજગ્યા
આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU)73
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)44
નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU)32
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU)78
કુલ227

કૃષિ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો સરકાર માન્ય સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે સ્નાતકની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ.
  • કમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • ગુજરાતી / હિન્દી ભાષા ટાઇપિંગ કુશળતા જરૂરી છે.
  • ફ્રેશર્સ અરજી કરી શકે છે.

વય મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ
  • વય છૂટછાટ: મહિલાઓ, SC/ST, OBC, ભૂતપૂર્વ સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત સરકારના ધોરણો મુજબ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 પ્રતિ માસ ફીક્સ પગાર મળશે. પાંચ વર્ષ બાદ ₹ 19,900- ₹63,200/- (લેવલ-2 પગાર મેટ્રિક્સ) સરકારી નિયમો મુજબ તમામ ભથ્થાં સાથે પગાર મળવા પાત્ર રહેશે.

અરજી ફી

સામાન્ય વર્ગ માટે ₹1,000/- + બેંક ચાર્જ ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC / ST / OBC / EWS / SEBC / PwD ₹250/- + બેંક ચાર્જ રહેશે. આ ઉપરાંત ભૂતપૂર્વ સૈનિકો માટે મુક્તિ

મહત્વની તારીખો

  • અરજી કરવાની શરૂઆત તારીખ 15 જુલાઈ 2025 (બપોર 12:00 વાગ્યે)
  • અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2025 (સાંજે 5:00 વાગ્યે)

પસંદગી પ્રક્રિયા

  • પ્રારંભિક લેખિત પરીક્ષા (100 ગુણ OMR / CBRT આધારિત)
  • મુખ્ય લેખિત પરીક્ષા (200 ગુણ OMR / CBRT આધારિત)
  • દસ્તાવેજ ચકાસણી
  • અંતિમ મેરિટ યાદી પ્રકાશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

ઉમદેવારોએ જે રાજ્યની વિવિધ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર જઈને કરિયર ઓપ્શનમાં જઈ ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ ધ્યાન રાખવું કે અરજી છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2025, સાંજના 5 વાગ્યા પહેલા કરવાની રહશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ