Gujarat Bharti 2025 : વડનગરમાં પરીક્ષા વગર ₹40,000 સુધીની નોકરીઓ મેળવવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

Vadnagar recruitment 2025 : ગુજરાત ભરતી 2025 અંતર્ગત વડનગર કોલેજમાં વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, સહિતની મહત્વની વિગતો અહીં વાંચો.

Written by Ankit Patel
Updated : July 17, 2025 11:16 IST
Gujarat Bharti 2025 : વડનગરમાં પરીક્ષા વગર ₹40,000 સુધીની નોકરીઓ મેળવવાની તક, અહીં વાંચો બધી જ માહિતી
વડનગરમાં નોકરીઓ - photo-freepik

Gujarat Bharti 2025, વડનગર ભરતી 2025 : ઉત્તર ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલોજ, વડનગર ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. આ જગ્યાઓ યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓપન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત વડનગર કોલેજમાં વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, સહિતની મહત્વની વિગતો અહીં વાંચો.

Gujarat Bharti 2025 અંગે મહત્વની માહિતી

સંસ્થાતાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર
પોસ્ટવિવિધ ફેકલ્ટી
જગ્યા4
નોકરીનો પ્રકાર11 માસ કરાર
એપ્લિકેશન મોડઓપન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ31 જુલાઈ 2025
ઈન્ટરવ્યુ સ્થળવડનગર

વડનગર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો પર્ફોર્મિંગ આર્ટ્સના અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55 ટકા તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સરેરાશ 52.5 ટકા કે તેથી વધુ ગુણ.
  • નેટ-સ્ટેટ-પી.એચ.ડીની પદવી હોવી જોઈએ
  • SC,ST, સારીરિક અપંગતા અને અંધત્વ-ઓછી દ્રષ્ટી ધાવતા ઉમેદવારોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ

પગાર ધોરણ

તાતારીરી પફોર્મિંગ આર્ટ્સ કોલેજ ભરતી અંતર્ગત તમામ નિમણૂંક 11 માસના કરાર આધારિત રહેશે. પસંદ પામેલા ઉમેદવારોને નીચે આપેલા કોષ્ટક પ્રમાણે પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.

જગ્યાનું નામપગાર(પ્રતિમાસ ફિક્સ)
ગાયન-વાદન વિભાગ HOD₹40,000
ગાયન વિભાગ ફેકલ્ટી₹22,000
વાદન વિભાગ ફેકલ્ટી₹22,000
નૃત્ય વિભાગ ફેકલ્ટી₹22,000

ઓપન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

આ ભરતીમાં રસ ધરાવતા ઉમદેવારોએ લાયકાતના અસલવ પ્રમાણપત્રો અને પ્રમાણિત નકલ સાથે સ્વ-ખર્ચે હાજર રહેવું

  • ઓપન ઈન્ટરવ્યૂ તારીખ- 31 જુલાઈ 2025
  • સમય – સવારે 9 કલાકે
  • સ્થળ- તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, સરકારી પોલિટેકનીક કેમ્પસ, સરકારી આઈ.ટી.આઈ.ની નજીક, વડનગર

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત પીડીએફ

ઉમેદવારો માટે ખાસ નોંધા

તમામ નિમણૂંક માટે 11 માસના કરાર આધારિત પ્રતિમાસ પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન તથા ગુજરાત સરકારના વખતો વખતના નિયમોને આધીન રહેશે. જો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો પછી ઓછી લાયકાત ધરાવનાર ઉમેદવારની કામચલાઉ પસંદગી ગુણવત્તાના ધોરણે કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ