Gujarat Bharti 2025 : અમદાવાદમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, ₹ 75,000 પગાર, અહીં વાંચો બધી માહિતી

Urban Health Society Recruitment, Jobs in Ahmedabad : અર્બન હેલ્થ સોસાયટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : May 28, 2025 13:10 IST
Gujarat Bharti 2025 : અમદાવાદમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, ₹ 75,000 પગાર, અહીં વાંચો બધી માહિતી
અમદાવાદમાં નોકરીઓ- Photo-freepik

Gujarat Bharti 2025, અર્બન હેલ્થ સોસાયટી ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ધ અર્બન હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.

અર્બન હેલ્થ સોસાયટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

અર્બન હેલ્થ સોસાયટી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાધ અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ
પોસ્ટવિવિધ
જગ્યા11
નોકરીનું સ્થળઅમદાવાદ
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારીત
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ3-6-2025
ઈન્ટરવ્યુ સ્થળનીચે આપેલું છે

અમદાવાદમાં ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ફિઝીશીયન1
રેડિયોલોજીસ્ટ2
ઈ.એન.ટી.સર્જન3
ઓપથેલમોલોજીસ્ટ2
ડર્મેટોલોજીસ્ટ2
કુલ11

શૈક્ષણિક લાયકાત

  • ફિઝીશીયન- એમ.એસ.- ડી.એન.બી (મેડિસિન)
  • રેડીયોલોજીસ્ટ- એમ.ડી.-ડી.એન.બી. (રેડીયોલોજી)
  • ઈ.એન.ટી. સર્જન- એમ.એસ.-ડી.એન.બી (ઈ.એન.ટી)
  • ઓપથેલમોલોજીસ્ટ- એમ.ડી-ડી.એન.બી.(ઓપથેલ્મોલોજી)
  • ડર્મેટોલોજીસ્ટ- એમ.ડી-ડી.એન.બી.(સ્કીન)
  • મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશ થયેલું હોવું જોઈએ

પગાર ધોરણ

પોસ્ટપગાર પ્રતિ માસ ફિક્સ
ફિઝીશીયન₹75,000
રેડિયોલોજીસ્ટ₹75,000
ઈ.એન.ટી.સર્જન₹37,500
ઓપથેલમોલોજીસ્ટ₹37,500
ડર્મેટોલોજીસ્ટ₹37,500

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ- સમય અને સ્થળ

  • વોક ઈન ઈન્ટરવ્યૂની તારીખ – 3-6-2025
  • રજીસ્ટ્રેશનનો સમય – સવારે 9.30થી 10.30 સવારે
  • ઈન્ટરવ્યુ સમય – સવારે 11 વાગ્યાથી
  • ઈન્ટરવ્યુ સ્થળ – આરોગ્ય અધિકારીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનુ ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ

ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાની બાબતો

  • ઉમેદવારોએ ઈન્ટરવ્યુ માટે લાયકાતના અને અનુભવના પ્રમાણપત્રની ચકાસણી કરાવવા સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
  • અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રની પ્રમાણીત નકલ જોડવાની રહેશે.જો અધુરા ડોક્યુમેન્ટ હશે તો અરજી રદ કરાશે
  • આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યક્તા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્છ અધિકારીને સંપૂર્ણ હક રહેશે

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

જરૂરિયાત પ્રમાણે કોન્ટ્રાક્ટ રીન્યુ કરાશે

પસંદગી થયેલા ઉમદેવારની નિમણૂંક તદ્દન હંગામી ધોરણે ખાતાની જરૂરિયાત સુધીના સમયગાળાની રહેશે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયેથી એક દિવસનો બ્રેક આપી તેઓનો કરાર વધુમાં વધુ 11 માસ અથવા ખાતાની જરૂરિયાત સુધી રીન્યુ કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ