Gujarat Bharti 2025 : મહેસાણાના વિસનગરમાં પરીક્ષા વગર જ ₹30,000ની નોકરીની તક, અહીં વાંચો બધી માહિતી

વિસનગર નગરપાલિકા ભરતી 2025: ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

Written by Ankit Patel
July 23, 2025 09:56 IST
Gujarat Bharti 2025 : મહેસાણાના વિસનગરમાં પરીક્ષા વગર જ ₹30,000ની નોકરીની તક, અહીં વાંચો બધી માહિતી
વિસનગર નગરપાલિકા ભરતી - photo -freepik

Gujarat Bharti 2025, Visnagar Nagarpalika Bharti 2025: મહેસાણા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વિસનગરમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. વિસનગર નગરપાલિકાએ સીટી મેનેજર પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

Gujarat Bharti 2025ની અગત્યની માહિતી

સંસ્થાવિસનગર નગરપાલિકા
પોસ્ટસીટી મેનેજર-swm
જગ્યા1
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડઓફલાઈન
ભરતી જાહેરાત તારીખ20 જુલાઈ 2025
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાના 10 દિવસની અંદર
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

વિસનગર નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગત

સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત અંતર્ગત વિસનગર નગરપાલિકા ખાતે સીટી મેનેજર એસડબ્લ્યુએમની જગ્યા ઉપર 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા સંસ્થાએ લાયક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

શૈક્ષણિક લાયકાત

  • વિસનગર નગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ BE/B.tech enviorment અથવા BE/B.tech civil અથવા ME/M.tech enviorment/ ME/M.tech civilની ડિગ્રી કરેલી હોવી જોઈએ.
  • ડિગ્રી મળ્યા બાદ 1 વર્ષનો અનુભવન

પગાર

આ ભરતી અંતર્ગત ઉમદેવારની નિમણૂક 11 માસના કરાર આધારિત રહેશે. આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિમાસ ₹30,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ક્યાં અરજી કરવી?

  • આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમદેવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલો સાથેની અરજી આર.પી.એ.ડી. કે સ્પીડ પોસ્ટ દ્વારા નીચે આપેલા સરનામા પર મોકલવી
  • અરજી ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર એટલે 20 જુલાઈ 2025 ના રોજથી 10 દિવસની અંદર સંસ્થાને મળી જાય એ રીતે મોકલવી

અરજી કરવાનું સરનામું

વિસનગર નગરપાલિકા કચેરી, ગૌરવપથ રોડ, તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, વિસનગર, તા.વિસનગર, જિલ્લો. મહેસાણા – પીન કોડ નંબર 384315

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત – PDF

ઉમેદવારો માટે ખાસ નોંધ

કવર ઉપર જગ્યાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. તથા સરનામું, મોબાઈલ નંબર સ્પષ્ટ લખવાનું રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ