Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં કાયમી નોકરી શોધી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે, અહીં વાંચો બધી માહિતી

Ahmedabad Job Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની બધી માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Ahmedabad Job Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની બધી માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Recruitment 2025

મદાવાદ ભરતી 2025 - photo- freepik

Ahmedabad Job Recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 : અમદાવાદમાં નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ સારી નોકરી મેળવવાની જોરદાત તક આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટેટ વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની બધી માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
વિભાગએસ્ટેટ-ટી.ડી.ઓ.
પોસ્ટઆસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ, ઈન્સ્પેક્ટર, સહાયક સબ ઈન્સ્પેક્ટર
જગ્યા78
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 45 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ3-12-0205
ક્યાં અરજી કરવીhttps://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1

AMC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ7
ઈન્સ્પેક્ટર23
સહાયક સબ ઈન્સ્પેક્ટર48
કુલ78
Advertisment

અમદાવાદ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • આસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ - બી.ઈ (સિવિલ) અથવા કોઈપણ માન્ય સંસ્થાનો દસ વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ ધરાવનાર ડિપ્લોમા હોલ્ડર
  • ઈન્સ્પેક્ટર - બી.ઈ.(સિવિલ)
  • સહાયક સબ ઈન્સ્પેક્ટર - ડી.સી.ઈ.(ડિપ્લોમા ઈન સિવિલ એન્જીનીયરિંગ), બી.ઈ.(સિવિલ) અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમદેવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

પોસ્ટપગાર
આસી. એસ્ટેટ ઓફિસર- આસી.ટી.ડી.ઓ₹53,100/₹1,67,800
ઈન્સ્પેક્ટર₹44,900/₹1,42,4800
સહાયક સબ ઈન્સ્પેક્ટર₹49,600-પાંચ વર્ષ માટે ફિક્સ

નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી?

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
  • ઉમેદવારોએ અરજી તારીખ 3 ડિલેમ્બર 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
અમદાવાદ નોકરી કરિયર ભરતી