GSEB Gujarat Board 10th Result 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે વર્ષ 2024નું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024 82.56 ટકા આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે. સૌથી ઊંચુ પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઊંચુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો અહીં જોઈએ ગુજરાત બોર્ડ ધોરણ 10ના પરિણામની A to Z માહિતી…
ધોરણ 10 પરિણામ 2024 ગત વર્ષ કરતા 17.94 ટકા વધુ
ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે ત્યારે આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે.
સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રો
- સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – અમદાવાદ ગ્રામ્યનું દાલોદ -100 ટકા અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા – 100 ટકા પરિણામ
- સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – ભાવનગર જિલ્લાનું તડ – 41.13 ટકા
સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા જિલ્લાઓ
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – ગાંધીનગર – 87.22 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – 74.57 ટકા
વધુ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 1389
- 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ – 264
- 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ – 70
આ પણ વાંચોઃ- GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ: 70 શાળાનું શૂન્ય પરિણામ, 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 264 સ્કુલ
વિષય પ્રમાણે ટકાવારી
વિષય પરિણામ – ટકા ગુજરાતી FL 92.09% હિન્દી FL 93.52% અંગ્રેજી FL 97.42% સામાજિક વિજ્ઞાન 91.84% વિજ્ઞાન 88.37% ગણિત 99.45% ગુજરાતી SL 94.52% હિન્દી SL 92.42% અંગ્રેજી SL 92.62% સંસ્કૃત SL 95.51% મૂળભૂત ગણિત 83.40%
એક, બે અને ત્રણ વિષય સુધારણા વિદ્યાર્થીઓની સંખ્યા
- એક વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21869
- બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 32971
- ત્રણ વિષયમાં સુધારણાને અવકાસ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21854
ગ્રેડ પ્રમાણે પરિણામ
ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા A1 23,247 A2 78,893 B1 1,18,710 B2 1,43,894 C1 1,34,432 C2 72,252 D 6,110 E1 18
વિદ્યાર્થીઓ (Male) પરિણામ ટકા
- નિયમિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) – 79.12 ટકા
- પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) -47.24 ટકા
- GSOS પૈકી કુમારોનું પરિણઆમ (Male) – 26.37 ટકા
વિદ્યાર્થીનીઓનું (Female) પરિણામ ટકા
- નિયમિત પૈકી વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) – 86.69 ટકા
- પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) -52.63 ટકા
- GSOS પૈકી વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) – 36.19 ટકા
માધ્યમ પ્રમાણે પરિણામ
- અંગ્રેજી માધ્યમ નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ – 92.52 %
- ગુજરાતી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ – 36.19 %
- હિન્દી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ – 75.90 %
દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા
દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 4114દિવ્યાંગ સામાન્ય રીતે ઉતીર્ણ પરીક્ષાર્થીઓની સંખ્યા – 161020 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી ઉતીર્ણ થનાર દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 648
માધ્ય પ્રમાણે પરિણામની ટકાવારી
માધ્યમ પરિણામ ગુજરાતી 81.17 ટકા હિન્દી 75.90 ટકા મરાઠી 77.99 ટકા અંગ્રેજી 92.52 ટકા ઉર્દુ 81.00 ટકા સિંધી 88.00 ટકા ઓરિયા 92.41 ટકા
1993થી અત્યાર સુધીનું પરિણામ ટકામાં (%)
- 1993 – 56.33
- 1994 – 42.81
- 1995 – 50.34
- 1996 – 40.97
- 1997 – 40.17
- 1998 – 45.16
- 1999 – 55.80, જુલાઈ પૂરક – 43.82
- 2000 – 58.70, જુલાઈ પૂરક – 45.672
- 2001 – 68.91, જુલાઈ પૂરક – 41.14
- 2002 – 51.81, જુલાઈ પૂરક – 50.08
- 2003 – 42.97, જુલાઈ પૂરક – 37.30
- 2004 – 52.69, જુલાઈ પૂરક – 31.57
- 2005 – 56.18, જુલાઈ પૂરક – 35.94
- 2006 – 57.71, જુલાઈ પૂરક – 37.49
- 2006 – 31.24
- 2007 – માર્ચ – જૂનું -70.65, જૂનું – 34.00, જુલાઈ પૂરક – 40.82
- 2008 – 63.58
- 2009 – 56.43
- 2010 – 60.81
- 2011 – માર્ચ – 71.06 ટકા, જુલાઈ – 40.09
- 2012 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89
- 2013 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89
- 2014 – માર્ચ – 63.85
- 2015 – માર્ચ – 54.42 ટકા, જુલાઈ પુરક – 14.37
- 2016 – માર્ચ – 67.06 ટકા, જુલાઈ પુરક – 8.43
- 2017 – માર્ચ – 68.24 ટકા, જુલાઈ પુરક – 27.70
- 2018 – માર્ચ – 67.50 ટકા, જુલાઈ પુરક – 15.00
- 2019 – માર્ચ – 66.97 ટકા, જુલાઈ પુરક – 9.35
- 2020 – માર્ચ – 60.64 ટકા, ઓગસ્ટ પુરક – 8.17
- 2021 – માર્ચ – 10.04 ટકા (માસ પ્રમોશન)
- 2022 – માર્ચ – 65.18 ટકા, જુલાઈ પૂરક – 24.72
- 2023 – માર્ચ – 64.62 ટકા, જુલાઈ પૂરક – 26.65
- 2024 – માર્ચ – 82.56
ધોરણ 12 પરિણામ 2024 પણ ઐતિહાસિક રહ્યું
અહીં નોંધનિય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા ગુરૂવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરીક્ષા પરિણામ 2024 જાહેર કર્યું હતું. જે પણ અગાઉના વર્ષોના પરિણામ કરતાં એકંદરે ઉંચું નોધાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024 સરેરાશ 82.45 ટકા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 સરેરાશ 91.93 ટકા નોંધાયું હતું.