GSEB SSC – HSC Admit Card 2025 Date, (ગુજરાત બોર્ડ 10- 12મી પરીક્ષાનું એડમિટ કાર્ડ): આગામી 27મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજાનારી છે. આ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. એક્શન પ્લાન પ્રમાણે આ પરીક્ષામાં રાજ્યમાં કુલ 14.30 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
‘પશ્ચાત્તાપ પેટી’ મુકાશે
એક્શન પ્લાન પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરે તે પ્રવેશદ્વારની નજીક વિદ્યાર્થીના જવાના રસ્તા પર નજરમાં આવે તે રીતે એક ‘પશ્ચાત્તાપ પેટી’’ રાખવાનું નક્કી કરાયું છે. જેમાં વિદ્યાર્થી ચિઠ્ઠી-ઝેરોક્સ, કોપી સહિત જે કંઈ ગેરરીતિ માટેનું સાહિત્ય લાવ્યા હોય તે સ્વેચ્છાએ પશ્ચાત્તાપ પેટીમાં નાખી શકે જેથી વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા બાદ તેની પાસે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ન રહે.
રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
બોર્ડે જાહેર કરેલી વિગતો પ્રમાણે આ વર્ષે સગ્ર ગુજરાત રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.10 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. ત્યારે 156 જેટલી સ્કૂલ બિલ્ડીંગો ઘટી છે. 3300થી વધુ બ્લોક ઘટ્યા છે. આ વર્ષે કૂલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
આ વર્ષે ધો.10 અને ધો.12 પરીક્ષા માટે કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા?
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ છે. જે ગત વર્ષે 9,17,687 હતા. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી આ વર્ષે નોંધાયા છે. જે ગત વર્ષે 1,31,987 હતા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થી આ વ્રષે છે. જે ગત વર્ષે 4,89,279 હતા. આમ એકંદરે કુલ મળીને 1,10,778 જેટલા વિદ્યાર્થીઓ તમામ કેટેગરીમાં આ વર્ષે ઘટ્યા છે.
ગુજરાતમાં 1661 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1661 કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગોમાં 50,991 બ્લોકમાં લેવાશે. ગત વર્ષે 1634 કેન્દ્રોમાં 5378 બિલ્ડિંગોમાં 54,292 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જોકે, આ વર્ષે નવા કેન્દ્રોની માંગણીઓને પગલે કુલ 27 કેન્દ્રો વધ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ ઘટના 156 સ્કૂલ બિલ્ડિંગો ઘટી છે. અને 3303 બ્લોક ઘટ્યા છે.
ગુજરાત બોર્ડનો શું છે એક્શન પ્લાન?
ગુજરાત બોર્ડે જાહેર કરેલા એક્શન પ્લાન પ્રમાણે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા કુલ 87 ઝોનમાં 989 કેન્દ્રોનાં 3203 બિલ્ડિંગોમાં 31397 બ્લોકમાં લેવાશે. ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 54 ઝોનમાં 152 કેન્દ્રોમાં 554 બિલ્ડિંગમાં 5680 બ્લોકમાં અને ધોરણ 12 સા. પ્ર.ની પરીક્ષા 59 ઝોનમાં 520 કેન્દ્રોનાં 1465 બિલ્ડિંગોમાં 13,914 બ્લોકમાં લેવાશે. ધોરણ 12 સાન્યસમાં આ વર્ષે એ ગ્રુપમાં 36,455 તથા બી ગ્રુપમાં 64,338 અને એબી ગ્રુપમાં 20 સહિત કુલ 111384 વિદ્યાર્થીઓ છે.
સ્ક્વોર્ડ સભ્ય કે નિરીક્ષક કે અધિકારીએ પોતે જ કેસની તમામ વિગતો સાથે ફાઈલ તૈયાર કરવાની રહેશે
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ વર્ગખંડમાં કે બહાર ગેરરીતિનો કેસ પકડનાર સ્ક્વોર્ડ સભ્ય કે નિરીક્ષક કે અધિકારીએ પોતે જ કેસની તમામ વિગતો સાથે ફાઈલ તૈયાર કરવાની રહેશે. સ્થળ પુરતી કાર્યવાહી ન થવાના લીધે બોર્ડને ગેરરીતિના કેસમાં વિદ્યાર્થીને સજાનો આખરી નિર્ણય કરવામાં મુશ્કેલી પડે છે. અને હવેથી નિયમ મુજબ કાર્યવાહી પૂર્ણ ન કરનાર સ્ક્વોર્ડ સભ્ય કે અધિકારી પોતે પણ કસૂરવાર ઠરશે.
- ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ બનશે
ગુજરાત શિક્ષણ બોર્ડના એક્શન પ્લાન પ્રમાણે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ બનશે. વિદ્યાર્થી તેનો બેઠક નંબર પ્રશ્નપત્ર લખે તેની કાળજી ખંડ નિરિક્ષકે રાખવાની રહેશે. નિષ્કાળજી દાખવનાર ખંડ નિરીક્ષક સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.