GSEB SSC Board result live updates : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઘોરણ 10 બોર્ડનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સુરત જિલ્લાએ બાજી મારી હતી. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથીનું વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લો સૌથી પાછળ રહ્યો છે. જેનું પરિણામ 40.75 ટકા છે.
ધોરણ 10ના પરીક્ષાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ બેઠક ક્રમમાં ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સ એપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શખશે.
વોટ્સ એપ નંબર પર પણ પરિણામ જાણી શકશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા માટે વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ નંબરનો પણ ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સ એપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શખશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસ.આર. નકલ શાળાવાર મોકલવા અંગે વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.



GSEB SSC Result 2023 Live, (ધોરણ 10 પરિણામ તારીખ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (10th Result 2023) જાહેર કરાયું છે. ધો.10નું પરિણામ તમે અહીં ઓનલાઇન જાણી શકો છો. ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ gseb.org વેબ સાઇટ પર મુકવામાં આવ્યું છે. તમે અહીં એક ક્લિક પર પરિણામ જાણી શકો છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/gseb-ssc-result-2023-live-check-gujarat-secondary-and-higher-secondary-education-board-10th-result-on-one-click/126329/

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/central-african-republic-international-monetary-fund-imf-el-salvador-cointelegraph-bitcoin-digital-currency-technology-updates/126328/
જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન બુધવારે રાત્રે તિહા જેલના બાથરુમમાં લપસીને પડી ગયા હતા. ત્યારબાદ દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તિહાડ જેલ તંત્રએ જણાવ્યું કે તેમને મામુલી ઇજા પહોંચી છે ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે.

Gujarat GSEB Board 10th result 2023 live updates : વિદ્યાર્થીઓ તેમના લૉગિન ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરીને સત્તાવાર વેબસાઇટ — gseb.org પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે 64.62 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જે 2022ના 65.18 ટકાથી નજીવો ઘટાડો છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/gseb-gujarat-board-10th-result-2023-out-girls-students-perform-better/126312/

Tina Turner Passed Away: ક્વીન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું 83 વર્ષની વયે નિધન હોવાના સમાચાર સામે આવ્યાં છે. ટર્નરે છેલ્લી સદીના 60ના દાયકામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/singer-tina-turner-passed-away-songs-hollywood-news/126269/

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/gseb-result-of-class-10-board-declared-result-surat-district-first-in-state/126259/
ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામમાં સુરત જિલ્લો 76.45 ટકા પરિણામ સાથે પ્રથમ સ્થાને આવ્યો છે ત્યારે મોરબી જિલ્લો 75.43 ટકા સાથે બીજા નંબરે આવ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું 72.74%, ભાવનગર જિલ્લાનું 69.70%, જામનગર જિલ્લાનું 69.65%, સુરેન્દ્રનગર જિલ્લાનું 69.42%, કચ્છ જિલ્લાનું 68.71%, ગાંધીનગર જિલ્લાનું 68.25%, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 67.29%, ડાંગનું (આહવા)જિલ્લાનું 66.92% પરિણામ આવ્યુ છે.
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામમાં વિષયવાર રિઝલ્ટની વાત કરીએ તો સૌથી વધારે પરિણામ 95.06 ટકા સાથે અંગ્રેજી વિષય આગળ છે. જ્યારે સૌથી ઓછી ટકાવારી 67.72 ટકા વિજ્ઞાન વિષયની આવી છે. દરેક વિષયની વાત કરીએ તો ગુજરાતી FLમાં 84.60%, હિન્દી FLમાં 89.78%,અંગ્રેજી FLમાં 95.06%, સોશિયલ સાયન્સમાં 86.77%, વિજ્ઞાન 67.72%, સ્ટાન્ડર્ડ મેથ્સમાં 94.99%, ગુજરાતી SLમાં 89.73%, હિન્દી SLમાં 87.34%, અંગ્રેજી SLમાં 85.21%, સંસ્કૃત SLમાં 90.89% અને બેઝિક મેથ્સમાં 70.49% પરિણામ જાહેર કરાયું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામમાં નિયમિત રીતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 734898 હતી જેમાંથી 474893 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ નિયમિત વિદ્યાર્થીઓનું 64.62 ટકા પરિણામ નોંધાયું હતું. જ્યારે આ પરીક્ષામાં 158623 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 27446 રિપીટર પાસ થયા હતા. આમ રિપીટરનું 17.30 ટકા પરિણામ આવ્યું હતું.
ગુજરાતમાં સુરત જિલ્લો 76.45 ટકા પરિણામ સાથે અવ્વલ આવ્યો છે ત્યારે રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી 272 શાળાઓ નોંધાઈ છે. જ્યારે 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 1084 શાળાઓ નોંધાઈ છે. આ ઉપરાંત 0 ટકા પરિણામ ધરાવતી 157 શાળાઓ પણ નોંધાઈ છે.
ગુજરાત બોર્ડે જાહેર કરેલા પરિણામમાં ફરીથી છોકરીઓએ બાજી મારી હતી. છોકરાઓ કરતા છોકરીઓનું 11 ટકા પરિણામ વધારે આવ્યું હતું. નિયમિત વિદ્યાર્થીઓનું 59.58 ટકા અને વિદ્યાર્થિનીઓનું 70.62 ટકા પરિણામ જાહેર થયું હતું.
બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલું છે.
આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીનો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીનીનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીયાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Uttar Pradesh Yogi Adityanath encounters: ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પોલીસ રેકોર્ડની તપાસ દર્શાવે છે કે માર્ચ 2017 થી જ્યારે યોગી આદિત્યનાથે ચાર્જ સંભાળ્યો હતો અને આજ સુધીમાં રાજ્યમાં 186 એન્કાઉન્ટર થયા છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/uttar-pradesh-yogi-adityanath-government-encounters-up-police/126229/
બોર્ડની પરીક્ષાના પરિણામાં 6111 વિદ્યાર્થીઓને A-1, 44480 વિદ્યાર્થીઓને A-2, 86611 વિદ્યાર્થીઓને B-1, 127652 વિદ્યાર્થીઓને B-2, 139248 વિદ્યાર્થીઓને C-1, 673773 વિદ્યાર્થીઓે C-2, 3412 વિદ્યાર્થીઓને D,6 વિદ્યાર્થીઓને E-1 ગ્રેડ મળ્યા છે.
બોર્ડ દ્વારા જાહેર કરેલા ધોરણ 10ના પરિણામમાં ગુજરાતી માધ્યમનું 62.11 ટકા, હિન્દી માધ્યમનું 64.66 ટકા, મરાઠી માધ્યમું 70.95 ટકા, અંગ્રેજી માધ્યમનું 81.90 ટકા, ઉર્દુ માધ્યમનું 69.10 ટકા અને સિંધી માધ્યમનું 100.00 પરિણામ આવ્યું છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ 64.62 ટકા પરિણામમાં રાજ્યમાં મોરબી જિલ્લાએ બાજી મારી હતી. રાજ્યમાં મોરબી જિલ્લાનું સૌથીનું વધુ 75.43 ટકા પરિણામ આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લો સૌથી પાછળ રહ્યો છે. જેનું પરિણામ 40.75 ટકા છે.
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ 2023 સુધી લેવાઈ હતી. આ પરીક્ષામાં રેગ્યુલર કેટેગરીમાં 7.4 લાખથી વધુ, પ્રાઇવેટ રેગ્યુલર 11 હજારથી વધુ, રિપીટર 1.65 લાખથી વધુ અને પ્રાઇવેટ રિપીટર 5 હજારથી વધુ તથા આઇસોલેટેડ પણ 5 હજારથી વધુ તેમજ દિવ્યાંગ ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ આમ કુલ 9.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઘોરણ 10 બોર્ડનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચની વચ્ચે યોજાઈ હતી અને 9.56 લાખ વિદ્યાર્થીઓએ SSC પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.
પૂરક પરીક્ષા 2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછી આપવામાં આવશે.
પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસ.આર. નકલ શાળાવાર મોકલવા અંગે વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
ધોરણ 10ના પરીક્ષાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર 25-5-2023ના રોજ સવારે 8 વાગ્યે જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ બેઠક ક્રમમાં ભરીને મેળવી શકશે.
ગુજરાત બોર્ડ 25 મે 2023ના રોજ એટલે કે આજે સવારે 8 વાગ્યે ધોરણ 10 એસએસસી બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર કરશે.