GSEB HSC and SSC Result 2024 Date, ગુજરાત બોર્ડ પરિણામ: ગુજરાત બોર્ડ પરીક્ષા 2024 પરિણામ ક્યારે જાહેર થશે? એ મુદ્દો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. રાજ્યમાં હાલ લોકસભા ચૂંટણી 2024નો માહોલ છે ત્યારે બીજી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા પરિણામ તારીખ અંગે મામલો મૂંઝવણમાં મુકાયાની ચર્ચા છે. જોકે માનવામાં આવી રહ્યું છેકે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષાના પરિણામો જાહેર થવાની શક્યતાઓ છે. ગુજરાત બોર્ડ પરીક્ષાઓના પેપરો તપાસવાનું કામ પુરું થયું છે.
હવે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત બોર્ડ એપ્રિલ મહિના છેલ્લા સપ્તાહમાં ધોરણ 10 અને 12 પરીક્ષાના પરિણામો જાહેર કરશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા આપી છે તેમણે પરિણામ માટે હજી થોડા દિવસ રાહ જોવી પડશે.
GSEB SSC Result 2024 Date and Time : પેપર ચેકિંગનું કામ થઈ ગયું પૂર્ણ
સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવે છે. જોકે, આ વર્ષે લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે બોર્ડ રિઝલ્ટ એક મહિના પહેલા જાહેર કરવામાં આવશે. આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેકિંગનું કામ પણ વહેલા શરુ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે આ વખતે 10 એપ્રિલ સુધીમાં બોર્ડના વિદ્યાર્થીઓના પેપર તપાસવાનું કામ પુરુ થઈ ગયું છે.
આ પણ વાંચોઃ- GERMI Recruitment 2024 : ગાંધીનગરમાં ₹ 60,000 સુધી પગારની નોકરીઓ, ફટાફટ કરો અરજી
પેપર તપાસવાનું કામ પુર્ણ થતાં જ હવે પરિણામ બનાવવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. જોકે ગુજરાત બોર્ડ તરફથી આગામી દિવસોમાં બોર્ડ પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સેકન્ડ્રી અને હાયર સેકેન્ડ્રી એક્જુએકશન બોર્ડ ગાંધીનગરના માધ્યમથી રિઝલ્ટ પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો | સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹92,000 સુધી પગાર
Gujarat Board Result Direct Link : 14 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
મળતી માહિતી પ્રમાણે ગુજહરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 14 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આંસર શીટ તપાસમાં કામ પુરુ થતાં જ હવે ટેડા એન્ટ્રીનું કામ શરુ કરવામાં આવ્યું છે. હવે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં પરિણામ જાહેરીને ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓને પરિણામ આપશે.