/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gujarat-board-results.jpg)
Gujarat Board Result 2024: ગુજરાત બોર્ડ પરીક્ષા પરિણામ, express photos
GSEB HSC Result 2024, GSEB SSC Result 2024, ગુજરાત બોર્ડ પરિણામ : ગુજરાતમાં માર્ચ 2024માં લેવાયેલી ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામ માટે લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ લોકસભા ચૂંટણી પણ નજીક આવી ગઈ છે. 7 મે 2024ના રોજ ગુજરાત લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવી પરિસ્થિતિમાં એપ્રિલ મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાની ચર્ચા વચ્ચે એપ્રિલ મહિનો પુરો થવા આવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પુરુ થયા બાદ જ પરિણામ જાહેર થશે.
Gujarat Board HSC Result 2024 Date : મે મહિનાના અંતિમ તબક્કામાં જાહેર થશે પરિણામ
મળતી માહિતી પ્રમાણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પેપર તપાસવાની કામગીરી પુરી થઈ ગઈ છે. જોકે, હવે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામના ઓડિટની કામગીરી ચાલી રહી છે. હવે સામે લોકસભા ચૂંટણી આવી રહી છે માટે શિક્ષકોની જવાબદારીઓ પણ વધશે. જેના પગલે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
Gujarat Board SSC Result 2024 Date : પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે સુનાવણી બાકી
ગુજરાત બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે હજી સુનાવણીની કામગીરી પણ થઈ શકી નથી. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વિદ્યાર્થીઓને દોષિત જાહેર થયાથી ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની કેદની સજા અથવા 2,00,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ-UPSC Exam Calendar 2025: યુપીએસસી પરીક્ષા 2025 કેલેન્ડર જાહેર, અહીં જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે?
Gujarat Board Result Direct Link : પરિણામો કેવી રીતે જોવું
ગુજરાત બોર્ડનું પરિણામ 2024 જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. અમે વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.
આ પણ વાંચોઃ- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી : પરીક્ષા વગર સારા પગારની સીધી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ સમાચાર
GSEB SSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
- વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
- હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
- હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
- હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
- ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે રાખો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us