Gujarat forest department Recruitment, ગુજરાત વન વિભાગ ભરતી : ગુજરાતમાં સારા પગારવાળી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત વન્ય પ્રાણી વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલા વેટનરી ડોક્ટર અને પ્રોજેક્ટ એસોસીએટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત વન વિભાગ ભરતી અંતર્ગત પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ઈન્ટરવ્યૂ તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત વન વિભાગ ભરતી માટેની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત વન્ય પ્રાણી વિભાગ પોસ્ટ વેટેનરી ડોક્ટર અને પ્રોજેક્ટ એસોસીએટ જગ્યા 2 નોકરીનો પ્રકાર કરાર આધારિત વય મર્યાદા 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ 17-1-2025 ઈન્ટરવ્યૂ તારીખ 20-1-2025 ક્યાં અરજી કરવી dctwildlife@gmail.com ઇન્ટરવ્યૂ સ્થળ લેખમાં સરનામું આપવામાં આવ્યું છે
ગુજરાત વન વિભાગ ભરતી પોસ્ટની વિગત
પોસ્ટ જગ્યા વેટેનગરી ડોક્ટર 1 પ્રોજેક્ટ એસોસીએટ 1 કુલ 2
શૈક્ષણિક લાયકાત
- વેટેનગરી ડોક્ટર – ઈન્ડિયન વેટનરી કાઉન્સીલ એક્ટ 1984ના શીડ્યુલ 1 અથવા 2 માંથી માન્ય યુનિવર્સિટી અથવા માન્ય પશુ સંસ્થા દ્વારા મેળવેલા પશુ ચિકિત્સકની લાયકાત ધરાવતા હોવા જોઈએ અને ઈન્ડિયન વેટરનરી કાઉન્સીલ એક્ટ 1984 હેઠળ સંકળાયેલા ગુજરાત વેટરનરી કાઉન્સીલ અથવા ઈન્ડિયા વેટરનરી કાઉન્સીલમાં રજિસ્ટર થયેલા હોવા જોઈએ
- પ્રોજેક્ટ એસોસીએટ – માસ્ટર ડિગ્રી ઈન ઝુલોજી, વાઈલ્ડ લાઈફ બાયોલોજી,વાઈલ્ડ લાઈફ સાયન્સ, કન્ઝર્વેશન બાયોલોજી, એન્વાયરમેન્ટ સાયન્સ, ઈકોલોજી, બોટની, ફોરેસ્ટ્રી અથવા અન્ય સંબંધીત વિષય
- ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી
- અંગ્રેજીનું જ્ઞાન હોવું જરૂરી
- ડીઝાઈરેબલ – પોસ્ટ 2 પ્રોજેક્ટ પ્રપોઝલ તેમજ ટેક્નીકલ રીપોર્ટ ડ્રાફ્ટિંગ અંગે જાણકારી, ડેટા મોનિટરિંગ, ડેટા કમ્પાઈલેશન તેમજ ડેટા ઇન્ટરપ્રિટેશનની જાણકારી ડેટા એનાલીસીસ માટે બેઝીક જાણકારી.
વય મર્યાદા
આ પોસ્ટ ઉપર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
પગાર ધોરણ
પોસ્ટ પગાર(પ્રતિ માસ ફિક્સ) વેટનરી ડોક્ટર ₹ 55,000 પ્રોજેક્ટ એસોસીએટ ₹36,050
અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોએ dctwildlife@gmail.com પર અરજી અને જરૂરી દસ્તાવેજો (માર્કશીટ, ડિગ્રી, પ્રમાણપત્રો, અનુભવ પ્રમાણપત્રો, GVC/CVI) રજીસ્ટ્રેશન (વેટેનગરી ડોક્ટર માટે). પીડીએફ ફોર્મેટમાં મોકલી આપવાની રહેશે
- ઉમેદવારોએ 17-1-2025 સાંજના છ વાગ્યા પહેલા ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.
ઉમેદવારોએ ધ્યાન રાખવા જેવી બાબતો
- શોર્ટલીસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને જાણ કરવામા આવશે અને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
- આ જગ્યા કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે 25-1-2025થી તા 31-3-2025 સુધી ભરવાની છે.
- જો જરૂરિયાત જણાશે તો પરસ્પર સમજૂતીથી વધારી શકાશે
- અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં
- નિયમ મુજબના વેરા ચુકવણાની રકમમાંથી કપાત કરવામાં આવશે
- ઉમેદવારે સ્વખર્ચે ઈન્ટરવ્યૂમાં આવવાનું રહેશે
ભરતી જાહેરાત
નોકરીનું સ્થળ
પસંદગી પામેલા ઉમેદવારે મુખ્ય વન સંરક્ષક, વન્ય પ્રાણી વર્તુળ, જૂનાગઢ તથા નાયબ વન સરક્ષક વન્ય પ્રાણી વિભા, સાસણ-ગીરના પરામર્સમાં રહી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અભ્યારણ્ય, હૃહગીરી વિસ્તાર તથા અન્ય રેવન્યુ વિસ્તારમાં કામગીરી કરવાની રહેશે.
ઈન્ટરવ્યૂ સ્થળ
નાયબ વન સરક્ષકની કચેરી, વન્યપ્રાણી વિભાગસાસણગીર – 362135તાલુકો મેંદરડા, જી. જુનાગઢગુજરાત. ફોન – (02877)285541





