Gujarat Forest Department recruitment 2023 : જૂનાગઢમાં વન્ય વિભાગમાં કુલ 11 જગ્યાઓ માટે ભરતી, કોણ કરી શકશે અરજી?

ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા વનમિત્રની ભરતી બહાર પાડી છે. આ અંગે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન પ્રમાણે ધોરણ 12 પાસ રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા વનમિત્રની ભરતી બહાર પાડી છે. આ અંગે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન પ્રમાણે ધોરણ 12 પાસ રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Forest Department Bharti 2023, vanmitra job in junagadh

Junagadh Van vibhag bharti : જો તમે સૌરાષ્ટ્રમાં રહો છો અને તમે ગુજરાત વિન વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવો છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા વનમિત્રની ભરતી બહાર પાડી છે. આ અંગે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન પ્રમાણે ધોરણ 12 પાસ રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી વન મિત્રની કુલ 11 જગ્યાઓ ઉપર ભરતી માટે શું લાયકાત હોવી જોઇએ, કેટલો પગાર સહિતની તમામ માહિતી અહીં વાંચી શકો છો.

હંગામી ધોરણે થશે ભરતી

જૂનાગઢ વન્ય વિભાગ ભરતી 2023 ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણૂક થયાની 31/3/2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતનથી વન્ય પ્રાણી મિત્ર ની નિમણૂક કરવામાં આવશે

Gujarat Forest Department Bharti 2023 : મહત્વની માહિતી

સંસ્થાનું નામવન્ય વિભાગ જુનાગઢ
કુલ જગ્યાઓ11
છેલ્લી તારીખ8/07/2023
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યું
સત્તાવાર વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

Gujarat Forest Department Bharti 2023 : લાયકાત

વન્ય વિભાગ જુનાગઢ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી અમે નીચે આપેલી છે

  • ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
  • ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
  • ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.

નોટિફિકેશન

Gujarat Forest Department Bharti 2023 : કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો આ અંગેના અરજી ફોર્મ, વન્યપ્રાણી મિત્રની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની વેબસાઇટ https:// forests. gujarat.gov. in ઉપર મૂકવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો.

Gujarat Forest Department Bharti 2023 : અરજી ફોર્મ ભરીને મોકલવાનું સ્થળ

  • પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉતર રેંન્જ, લીમડા ચોક, જૂનાગઢ -362 001

Gujarat Forest Department Bharti 2023 : મહત્વપૂર્ણ તારીખો

  • અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય 29/06/2023 11:00 કલાકથી 07/07/2023 18:00 કલાક સુધી
  • અરજી ફોર્મ ભરીને મોકલવાની છેલ્લી તારીખ 08/07/2023

આ પણ વાંચોઃ-GPSC class 2, Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ -2 ની ભરતી, અરજી કરવા માટે માત્ર એક જ અઠવાડિયું બાકી

SMC MPHW Bharti 2023 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MPHW પોસ્ટમાં ભરતી, ફટાફટ કરો અરજી, છેલ્લી તારીખ એકદમ નજીક

SMC MPHW recruitment 2023 : જો તમે સુરતમાં રહો છો અને કોર્પોરેશનમાં નોકરી કરવા ઇચ્છતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જોકે, રસ ધરાવતા ઉમેદવારોએ ફટાફટ અરજી કરવાની રહેશે કારણે અરજી કરવાની છેલ્લી તારીખના આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ઉમેદવારો 29 જૂન 2023 સુધીમાં અરજી કરી શકે છે. સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Advertisment
ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી