Gujarat Talati Job : ગુજરાત સરકાર 3077 તલાટીની ભરતી કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, યુવાઓ માટે સરકારી નોકરીની વધુ એક તક

Gujarat Talati Recruitment : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3077 પદો પર નવા તલાટીની ભરતી કરવા મંજૂરી આપી. હવે ટૂંક સમયમાં તલાટીની ભરતીનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડશે.

Gujarat Talati Recruitment : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3077 પદો પર નવા તલાટીની ભરતી કરવા મંજૂરી આપી. હવે ટૂંક સમયમાં તલાટીની ભરતીનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gujarat government | gujarat | gujarat cm bhupendra patel | cm bhupendra patel | gujarat talati Recruitment

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. (Photot: @Bhupendrapbjp)

Gujarat 3077 Talati Recruitment : ગુજરાતના સરકારી નોકરી મેળવવાની ઇચ્છા રાખનાર લાખો યુવાઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં મોટી સંખ્યામાં તલાટીની ભરતી કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ અંગે નિર્ણય લેવાયો છે અને મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મંજૂરી વિભાગ આપી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીની ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Advertisment

આ પણ વાંચો | ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી, ઉમેદવારોએ અરજી કરતી વખતે ખાસ શું શું ધ્યાન રાખવું?

ગુજરાત સરકાર 3077 તલાટીની ભરતી કરશે

ગુજરાત સરકાર હાલ મોટા પ્રમાણમાં વિવિધ સરકારી વિભાગોમાં મોટી સંખ્યામાં નવી ભરતી કરી રહી છે. આ દરમિયાન હવે રાજ્ય સરકારે આગામી સમયમાં તલાટીના 3077 પદો પર નવા કર્મચારીની ભરતી કરવાની ઘોષણા કરી છે. તલાટીની આ ભરતી માટે મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને અપાઈ ગઇ છે અને ટૂંક સમયમાં તેના વિશે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર Bhupendra Patel ગુજરાત નોકરી કરિયર ભરતી સરકારી નોકરી