Gujarat Recruitment News : ગુજરાત સરકારની આ કચેરીમાં ₹ 60,000 ના પગાર વાળી નોકરી, ફટાફટ વાંચો સંપૂર્ણ માહિતી

Legal Advocate Recruitment, શિક્ષણ વિભાગ ભરતી : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગડ એડવોકેટની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Legal Advocate Recruitment, શિક્ષણ વિભાગ ભરતી : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગડ એડવોકેટની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Education department Recruitment 2024, legal Advocate Recruitment

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી - photo - Social Media

Legal Advocate Recruitment, શિક્ષણ વિભાગ ભરતી : ગુજરાત સરકારની કચેરીઓમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગડ એડવોકેટની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા કૂલ 3 જગ્યાઓ ભરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાશિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
પોસ્ટલીગલ એડવોકેટ
જગ્યા3
વયમર્યાદામહત્તમ 50 વર્ષ
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર
ભરતી જાહેર થયાની તારીખ12 ઓગસ્ટ 2024
વેબસાઈટhttps://gujarat-education.gov.in/primary

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ભરતી માટે પોસ્ટની વિગત

આ ભરતી અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેક્ટર 19, ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની 11 માસના કરાર આધારિત નિમણૂંક કરવાની છે.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી, પોસ્ટની શૈક્ષણિક લાયકાત

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી લીગલ એડવોકેટની ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે છે.

  • ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી (L.L.B.)
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
  • CCC+ Level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોંધણી ધરાવતા હોવો જોઈએ.
  • ઓછામાં ઓછો 05 વર્ષનો નામ. હાઇકોર્ટ ખાતે પ્રેક્ટીસિંગ એડવોકેટ તરીકે અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  • સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ-હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ.
  • અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે.

પગાર ધોરણ

આ ભરતી અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેક્ટર 19, ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની 11 માસના કરાર આધારિત નિમણૂંક કરવાની છે. પસંદ પામેલા ઉમેદવારને 60,000 રૂપિયા પ્રતિ મહિને ફિક્સ પગાર મળશે.

અરજી કેવી રીતે કરવી?

ઉમદેવારે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 10 સુધીમાં મળે તે રીતે નાયબ નિયમાક (પ્લાન), પ્રાથમિક નિયામકની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેક્ટર 19, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.

નોટિફિકેશન

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ-

નોંધ-

અરજી પત્રકનો નમૂનો જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા લીગલ એડવોકેટની જગ્યાની બોલી-શરતો અને ફરજો -કામગીરીની વિગતો કચેરીની વેબસાઈટ - https://gujarat-education.gov.in/primary પર મુકવામાં આવેલ છે.

Advertisment
ગાંધીનગર ગુજરાત નોકરી કરિયર