GSSSB Bharti 2025, talati Bharti, panchayat Bharti : ગુજરાતમાં અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ ચાલી રહી છે. ત્યારે આ ભરતી અંતર્ગત ઉમેદવારોએ હજી પણ અરજી કરી નથી તો ફટાફટ કરજો. કારણ કે તમારી પાસે ગુજરાત સરાકરની નોકરી મેળવવા માટે આજે છેલ્લી તક છે. ગુજરાત સરકારની નોકરી મેળવવા માટે અરજી કરવાનો આજે 10-જૂન 2025 છેલ્લો દિવસ છે. આવતી કાલ એટલે કે 11 જૂન 2025થી તમને આ મોકો મળશે નહીં. તો ઉમેદવારો ફટાફટ અરજી કરી દો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – મહેસૂલ તલાટી ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અંતર્ગત મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે અત્યારે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યભરમાં મહેસૂલ તલાટીની નોકરી મેળવવા માટે એક દિવસ જ બાકી રહ્યા છે કારણ કે આજે 10-6-2025ના રોજ અરજી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે. ઉમેદવારો આજ રાત રાતે 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, વર્ક આસિસ્ટન્ટ ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની કૂલ 994 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરવામાં આવી હતી. જે માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે ઉમેદવારોએ હજી પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો તમારા માટે આજનો દિવસ જ બાકી છે. આ ભરતી અંતર્ગત અરજી પ્રક્રિયા આજે મંગળવાર 10-6-2025ના રોજ રાત્રે 11.59 વાગ્યે બંધ થઈ જશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ટ્રેસર ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ટ્રેસર, વર્ગ-3ની કૂલ 245 જગ્યાઓ માટે તાજેતરમાં ભરતી બહાર પાડી હતી. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે આજે મંગળવાર 10-6-2025ના રોજ પૂર્ણ થઈ જશે. માટે જે ઉમેદવારોએ હજી સુધી અરજી કરવાની બાકી છે તેઓ 10-6-2025 ના રાત્રે 12 વાગ્યા પહેલા અરજી કરી દેવી. નહીં તો સરકારી નોકરીની તક ચૂકી જશો.
જૂન મહિનામાં ચાલનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી મહેસૂલ તલાટી ભરતીની આરજી પ્રક્રિયા આજે 10 જૂન 2025ના રોજ પુરી થશે ત્યારે આ ઉપરાંત જૂન મહિનામાં બીજી ભરતીઓ માટે અરજી પ્રક્રિયા ચાલશે. જે આ મહિના અંત સુધી ચાલું રહેશે. જૂન મહિના દરમિયાન કેટલીક ભરતીઓ માટે અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નોટિફિકેશન પ્રમાણે નીચે આપલા કોષ્ટ પ્રમાણે છેલ્લી તારીખ છે.
ભરતીનું નામ અરજી કરવાની છેલ્લી તારીખ મ્યુનિસિપલ એન્જિનિયર, વર્ગ-3 15 જૂન 2025 મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3 18 જૂન 2025 આસિસ્ટન્ટ મેનેજર 27 જૂન 2025 સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ-3 30 જૂન 2025 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર 30 જૂન 2025 વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3 30 જૂન 2025
ભરતીનું નામ અરજી કરવાની છેલ્લી તારીખમ્યુનિસિપલ એન્જિનિયર, વર્ગ-3 15 જૂન 2025મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3 18 જૂન 2025આસિસ્ટન્ટ મેનેજર 27 જૂન 2025સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ-3 30 જૂન 2025એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર 30 જૂન 2025વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3 30 જૂન 2025
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
જે ઉમેદવારોએ ઉપર દર્શાવેલી ભરતીઓ માટે અરજી કરવાની બાકી હોય એ ઉમેદવારોઓ સમય વેડફ્યા વગર ફટાફટ અરજીઓ કરી દો. જેથી સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક તમારા હાથમાં રહે.