Gujarat GSEB Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ, છેલ્લી તારીખ કઈ છે?

GSEB supplementary exams Registration : આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચની વચ્ચે યોજાઈ હતી જેમાં લગભગ 5.91 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું.

GSEB supplementary exams Registration : આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચની વચ્ચે યોજાઈ હતી જેમાં લગભગ 5.91 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat GSEB Result 2023, Gujarat GSEB exam 2023

વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર

Gujarat GSEB Exam Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB ) એ બુધવારે તેની સત્તાવાર વેબસાઇટ — gseb.org પર સામાન્ય પ્રવાહ માટે ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓ માટે ઑનલાઇન નોંધણી શરૂ કરી . પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાનો છેલ્લો દિવસ 14 જૂનના સાંજે 5 વાગ્યા સુધીનો છે.

Advertisment

જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 12 ની પરીક્ષા એક કે બે વિષયમાં પાસ કરવામાં નિષ્ફળ ગયા છે તેઓ પૂરક પરીક્ષા આપી શકે છે. આ વર્ષે 73.22 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. કુલ 4,77,392 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમાંથી 3,49,792 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. આ વર્ષે બોર્ડે પાસની ટકાવારીમાં 13.62 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.

શાળાઓએ બોર્ડની વેબસાઈટ- gseb.org પરથી પૂરક પરીક્ષા 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા અને ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ઓનલાઈન મોડમાં કરવામાં આવશે. મહિલા અને વિકલાંગ ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચની વચ્ચે યોજાઈ હતી જેમાં લગભગ 5.91 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું.

GSEB બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મેના રોજ જાહેર કર્યું હતું. GSEB HSC સાયન્સનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વર્ષે, ધોરણ 12ની પરીક્ષાઓ એ જ મહિનામાં શરૂ થઈ અને સમાપ્ત થઈ . ઓફિશિયલ વેબસાઈટ ઉપરાંત આ વર્ષે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ તેમનું પરિણામ મેળવી શક્યા હતા.

Advertisment

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત બોર્ડ પરીક્ષા ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત કરિયર