Gujarat High Court Judges Vacancy, ગુજરાત હાઇકોર્ટ ભરતી : સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gujarathighcourt.nic.in ની મુલાકાત લઈ શકે છે. અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025થી શરુ થઇ ગઇ છે. આ ભરતી માટે તમે 1 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી અંતર્ગત 212 જગ્યાઓ ભરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ જજ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, જગ્યાની સંખ્યા પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
યોગ્યતા
- અરજી કરવા માટે ઉમેદવાર પાસે ભારતમાં કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી લો ની ડિગ્રી હોવી આવશ્યક છે આ આ સાથે ઉમેદવાર સ્થાનિક ભાષા (ગુજરાતી) માં પ્રાવીણ્ય પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.
- અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત ઉમેદવારોને નિયમ પ્રમાણે છૂટ મળશે.
- ઉમેદવારના ઉંમરની ગણતરી 1 માર્ચ 2025ને આધારે કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થયાની તારીખ: 1 ફેબ્રુઆરી 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 1 માર્ચ 2025
- પ્રારંભિક પરીક્ષા: 23 માર્ચ
- મુખ્ય લેખિત પરીક્ષા: 15 જૂન
- વાઇવા-વોકા ટેસ્ટ: ઓગસ્ટ/સપ્ટેમ્બર 2025
અરજી ફી
સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ પરીક્ષા ફી અને બેંક ચાર્જ તરીકે 2000 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયા અને બેંક ચાર્જ ચૂકવવા પડશે. ઉમેદવારો વધુ સંબંધિત વિગતો માટે ગુજરાત હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો – ઇન્ડિયન નેવીમાં પરીક્ષા વગર ઓફિસર બનવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
પગાર
નોકરીમાં સેલેક્ટ થયેલા ઉમેદવારોને 77840 થી 136520 સુધીનો પગાર મળશે.
આવી રીતે કરો અરજી
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
- વર્તમાન નોકરીઓ હેઠળ “સિવિલ જજ કેડરમાં સીધી ભરતી (2024-25)” પર ક્લિક કરો.
- પોસ્ટ માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
- ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેનું પ્રિન્ટઆઉટ લો.





