ગુજરાત હાઈકોર્ટ ભરતી : લીગલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો વિગતે માહિતી

Gujarat High Court Recuritment 2024, ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 : કોર્ટમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટે નોકરીની સુવર્ણ તક આપી છે. અહીં વાંચો ભરતી અંગેની મહત્વની માહિતી.

Gujarat High Court Recuritment 2024, ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 : કોર્ટમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટે નોકરીની સુવર્ણ તક આપી છે. અહીં વાંચો ભરતી અંગેની મહત્વની માહિતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat High Court Recruitment, Gujarat high court Bharti, court Bharti 2024

ગુજરાત હાઈકોર્ટ ભરતી વિવિધ પોસ્ટ Express photo

Gujarat High Court Recruitment 2024, ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 : અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લીગલ આસિસ્ટન્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત લીગલ આસિસ્ટન્ટની કૂલ 32 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વીની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ગુજરાત હાઈકોર્ટ ભરતી મહત્વની વિગતો

સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટલીગલ સાસિસ્ટન્ટ
ખાલી જગ્યા32
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
ભરતી જાહેરાત તારીખ4 જુલાઈ 2024
અરજી કરવાની શરુઆતની તારીખ5 જુલાઈ 2024 (12:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ19 જુલાઈ 2024 (23: 59 PM)
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in/
ક્યાં અરજી કરવીhttps://hc-ojas.gujarat.gov.in/

ગુજરાત હાઈકોર્ટ ભરતી જાહેરાત

ગુજરાત હાઈકોર્ટ દ્વારા લીગલ આસિસ્ટન્ટની કૂલ 32 જગ્યાઓ ભરવા માટે ગુજરાતી ન્યૂઝપેપરમાં તારીખ 4 જુલાઈ 2024ના રોજ જાહેરાત આપી હતી. જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ભરતી અંગેની વિગતવાર માહિતી https://hc-ojas.gujarat.gov.in/ અને https://gujarathighcourt.nic.in/ સત્તાવાર વેબસાઈટ ઉપર જણાવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતીની મહત્વપૂર્ણ તારીખો

ભરતી જાહેરાત તારીખ 4 જુલાઈ 2024
અરજી ફોર્મ શરુ તારીખ 5 જુલાઈ 2024, બપોરે 12 વાગ્યાથી શરુ
અરજીની છેલ્લી તારીખ 19 જુલાઈ 2024, રાત્રે 12 વાગ્યા સુધી

અરજી કરેવી રીતે કરવી?

Gujarat High Court bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ અનુસરવાર.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://hc-ojas.gujarat.gov.in/
  • Apply Now પર ક્લિક કરો.
  • Gujarat High Court Legal Assistant Bharti 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો ને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સંસ્થા દ્વારા જાહેર કરેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું.

Advertisment
ગુજરાત હાઇકોર્ટ ગુજરાત નોકરી કરિયર