/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/job-in-Ahmedabad-without-exams.jpg)
પરીક્ષા વગર અમદાવાદમાં નોકરી - photo - freepik
Gujarat Housing Board Recruitment, Legal advisor Bharti, ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી : અમદાવાદમાં રહેતા અને સારા પગારની નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદની કચેરીમાં કાયદા સલાહકારની 11 માસના કરાર આધારીત જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઉમદેવારોને આમંત્રીત કર્યા છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતીઅંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયાકાત, પગાર ધોરણ, વય મર્યાદા, નોકરીનું સ્થળ, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી
| સંસ્થા | ગુજરાત હાઉસિંગ બોર્ડ |
| પોસ્ટ | કાયદા સલાહકાર |
| જગ્યા | 1 |
| નોકરીનું સ્થળ | અમદાવાદ |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| વય મર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
| ઈન્ટરવ્યુ તારીખ | 14-5-2025 |
| ઈન્ટરવ્યુ સ્થળ | નીચે આપેલું છે |
પોસ્ટની વિગતો
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદની કચેરીમાં કાયદા સલાહકારની 11 માસના કરાર આધારીત એક જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી એલ.એલ.બીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
- ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી ભાષા બોલી, વાંચી અને લખી શકતા હોવા જોઈએ તથા ગુજરાતમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઈએ.
અનુભવ
નામ. હાઈકોર્ટ કે તેના સબોર્ડીનેટર કોર્ટી કે કાયદા હેઠળ સ્થાપિત સંસ્થા, ગર્વમેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકેની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તે અંગેનું હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલનું સંબંધિત કોર્ટના પ્રિન્સિપલ જ્યુડીશીયલ ઓફિસરનું, પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજનું કે સીસી સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજનું પમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તેમજ બાર કાઉન્સીલના સભ્ય હોવા જોઈએ.
વય મર્યાદા અને પગાર ધોરણ
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી અંતર્ગત કાયદા સલાહકારની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 30000 રૂપિયા ફિક્સ પગાર મળશે.
ભરતી જાહેરાત
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સમય
આ ઈન્ટરવ્યુમાં ઈચ્છુક ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ વિગતો સહ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલ અને બે ફોટો ગ્રાફ્સ સાથે હાજર રહેવાનું રહેશે.
- ઈન્ટરવ્યુ તારીખ - 14-5-2025
- ઈન્ટરવ્યુ રજીસ્ટ્રેશનનો સમય - સવારે 11થી 12 વાગ્યા વચ્ચે
- ઈન્ટરવ્યુ સમય - બપોરે 3 વાગ્યે
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઈન્ટરવ્યુ સ્થળ
હાઉસિંગ કમિશનર કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ - 380013


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us