/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Gujarat-jobs.jpg)
ગુજરાતમાં નોકરીઓ - photo- freepik
Gujarat jobs, ગુજરાતમાં નોકરી : કોલેજ પાસ કરેલા ઉમદેવારો નોકરીની શોધમાં છો તો તમારા માટે આ સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ એક્ટ હેઠળ ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતમહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાતમાં નોકરી અંગેની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ |
| પોસ્ટ | એપ્રેન્ટીસ |
| ખાલી જગ્યા | 100 |
| નોકરીનું સ્થળ | સમગ્ર ગુજરાત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://nats.education.gov.in |
પોસ્ટની વિગતો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત NFSAના લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, તેલ, મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે પીએમ પોષણ સંકલિત બળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ, ઉપલબ્ધી, સંગ્રહ, જાળવણી તેમજ વિતરણની કામગીરી કરી શકે એવા એપ્રેન્ટીસ એક્ટ હેઠળ ઉમેદવારો પસંદ કરવા જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર 100 ઉમેદવારો પસંદ કરવાના છે.
શૈક્ષણિક લાયકાત
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ B.Sc.Agri/B.tech in Agri. Exngineerign/ B.sc in Chemistry/B.A./ B.com./ B.B.A/M.A./M.B.A. Diploma Automobile/Degree Automobile Enginnerમાં પ્રથમ શ્રેણી સાથે ઉતીર્ણ થયેલા હોય અને તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે.
કયા ઉમેદાવરો અરજી કરી શકશે
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનિંગ સ્કીમ - 2.0 હેઠળ ઉમેદવારો છેલ્લા 3 વર્ષમાં (FY. 2021-22,2022-23, 2023-24) સ્નાતક ડિગ્રી પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે.
પાગર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા સ્નાતક ઉમેદવારોને પ્રતિ માસ ₹ 18,000 અને ડીપ્લોમા પાસ ઉમેદવારો માટે ₹ 15,000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ મળવા પાત્ર રહેશે.
ુ
સ
ભરતી જાહેરાત
અરજી કેવી રીતે કરવી?
- આ પોસ્ટ ઉપર અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ નેશનલ પોર્ટલ https://nats.education.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- ત્યારબાદ ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લીમિટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવાનું રહેશે.
- આ રીત કરાયેલી અરજીજ માન્ય ગણવામાં આવશે.
- ઉમેદવારોએ 31 જાન્યુઆરી 2025 સુધીમાં પોતાની અરજી કરવાની રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us