ગુજરાત ખેતી બેંક ભરતી : પ્યુનથી લઈને મેનેજર સુધી નોકરી મેળવવાનો મોકો, ધો.10 પાસ પણ કરી શકે અરજી, વાંચો બધી માહિતી

Gujarat Kheti bank Recruitment 2024, ગુજરાત ખેતી બેંક ભરતી :ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલમેન્ટ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અહીં ભરતીની તમામ વિગતો આપવામાં આવી છે.

Written by Ankit Patel
July 26, 2024 12:22 IST
ગુજરાત ખેતી બેંક ભરતી : પ્યુનથી લઈને મેનેજર સુધી નોકરી મેળવવાનો મોકો, ધો.10 પાસ પણ કરી શકે અરજી, વાંચો બધી માહિતી
ગુજરાત ખેતી બેંક ભરતી - photo - X @GSCBank

Gujarat Kheti bank Recruitment 2024, ગુજરાત ખેતી બેંક ભરતી : ગુજરાતમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત ખેતી બેંક નોકરી લઈને આવી ગઈ છે. ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલમેન્ટ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત ખેતી બેંક દ્વારા કૂલ 237 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 16 ઓગસ્ટ 2024 સુધીમાં આપેલા સરનામા પર મોકલી શકે છે.

ગુજરાત ખેતી બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, એપ્લિકેશન મોડ, ખાલી જગ્યા, અરજી કરવાની રીત, અરજી કરવા માટે છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ગુજરાત ખેતી બેંક ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલમેન્ટ બેંક
પોસ્ટવિવિધ
જગ્ય237
નોકરી સ્થળગુજરાત
વયમર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2024
ફોર્મ ડાઉનલોડ ક્યાંથી કરવુંwww.khetibank.org અથવા www.ethosindia.com

ગુજરાત ખેતી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસી.જનરલ મેનેજર2
આસ.જનરલ મેનેજર2
મેનેજર2
મેનેજર2
આસી.મેનેજર1
આસી મેનેજર(IT)5
ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-એ50
ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-બી60
ટેક્નિકલ આસીસ્ટન્ટ (ડ્રાઇવર)20
ઓફિસ આસીસ્ટન્ટ(પ્યુન)75

ગુજરાત ખેતી બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ખેતી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત અને અનુભવ માંગ્યા છે. જે આ પ્રમાણે છે.

આસીસ્ટન્ટ જનરલ મેનેજર

  • શૈક્ષણિક લાયકાત- સીએ.50 ટકા
  • અનુભવ – બેકિંગ ક્ષેત્રનો 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડીટ ડીપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ

આસીસ્ટન્ટ જનરલ મેનેજર

  • શૈક્ષણિક લાયકાત- સીએ. 50 ટકા
  • અનુભવ – તમામ પ્રકારના ઓડિટ ટેક્ષની કામગીરીનો 2 વર્ષનો અનુભવ

મેનેજર

  • શૈક્ષણિકલ લાયકાત- માન્ય યુનિવર્સિટીમાંથી એમબીએ. (એચઆર)માં 60 ટકા
  • અનુભવ – બેંકિંગ, કોર્પોરેટ ક્ષેત્રનો ત્રણ વર્ષનો અનુભવ

મેનેજર

  • શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ 60 ટકા અને સીએ ઇન્ટરમિડિએટ પાસ, આર્ટીકલશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ
  • અનુભવન – 2 વર્ષનો અનુભવ

આસીસ્ટન્ટ મેનેજર

  • શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીમાંથી એમબીએ 60 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ.
  • અનુભવ – બેકિંગનો 2 વર્ષનો અનુભવ

આસીસ્ટન્ટ મેનેજર (IT)

  • શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીની ડિગ્રી, કમ્પ્યુટર એન્જીનિયર, સોફ્ટવેર એન્જીનયીર, એમસીએ 60 ટકા
  • અનુભવ – 5 વર્ષનો અનુભવ

ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ -એ

  • શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ 70 ટકા અને PGDCA/DCA/DCS/CCC+
  • અનુભવ – બેકિંગ કામગીરીના અનુભવીને અગ્રતા

ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ – બી

  • શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ 50 ટકા અને PGDCA/DCA/DCS/CCC+
  • અનુભવ – બેકિંગ કામગીરીના અનુભવીને અગ્રતા

ટેક્નીકલ આસીસ્ટન્ટ (ડ્રાઈવર)

  • શૈક્ષણિક લાયકાત – ધોરણ 10 પાસ
  • અનુભવ – ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવ્યા તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટોકાર ડ્રાવિંગનો અનુભવ, જી.પી.એસ.નું જ્ઞાન

ઓફિસ આસીસ્ટન્ટ (પ્યૂન)

  • શૈક્ષણિક લાયકાત – ધોરણ 10 પાસ, કમ્પ્યુટરનું જ્ઞાન હોય તેમને પ્રથમ પસંદગી આપવામા આવશે
  • અનુભવ – માંગવામાં આવ્યો નથી

ગુજરાત ખેતી બેંક ભરતી માટે વય મર્યાદા અને પગાર

પોસ્ટવયમર્યાદપગાર
આસી.જનરલ મેનેજર35 વર્ષથી વધુ નહીં₹75,000
આસ.જનરલ મેનેજર35 વર્ષથી વધુ નહીં₹75,000
મેનેજર32 વર્ષથી વધુ નહીં₹30,000
મેનેજર35 વર્ષથી વધુ નહીં₹30,000
આસી.મેનેજર32 વર્ષથી વધુ નહીં₹25,000
આસી મેનેજર(IT)32 વર્ષથી વધુ નહીં₹25,000
ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-એ32 વર્ષથી વધુ નહીં₹19,000
ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-બી32 વર્ષથી વધુ નહીં₹18,000
ટેક્નિકલ આસીસ્ટન્ટ (ડ્રાઇવર)40 વર્ષથી વધુ નહીં₹17,000
ઓફિસ આસીસ્ટન્ટ(પ્યુન)32 વર્ષથી વધુ નહીં₹15,500

નોટિફિકેશન

ગુજરાત ખેતી બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, એપ્લિકેશન મોડ, ખાલી જગ્યા, અરજી કરવાની રીત, અરજી કરવા માટે છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

  • જાહેરાત અન્વયેના અરજી ફોર્મ બેંકની વેબસાઈટ www.khetibank.org અને એજન્સીની વેબસાઈટ www.ethosindia.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
  • ઉપરોક્ત વિગતે બેંક દ્વારા આપવામાં આવેલા જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા. 16 ઓગસ્ટ 2024 સુધીમાં નીચે દર્શાવેલ સરનામે મળી જાય તે રીતે મોકલવાની રહેશે.

આ પણ વાંચો

અરજી કરવાનું સરનામું

ETHOS HR Management & Projects Pvt. Ltd. Omet Arcade, 101-102, Opp. AUDA Garden, Near Simandhar jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad Gujarat 380053.

ઉમેદવારોને સુચન કરવામાં આવેલા છે અરજી કરતા પહેલા લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ