ગુજરાત મેટ્રો ભરતીઃ અમદાવાદમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત વિવિધ ચીફ જનરલ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત વિવિધ ચીફ જનરલ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Metro bharti

ગુજરાત મેટ્રો ભરતી photo - X @MetroGMRC

Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી :ગુજરાતમાં રહેતા ઉમેદવારો નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ ફરીથી વિવિધ મેનેજરની ભરતી બહાર પાડી છે. ગુજરાત મેટ્રો દ્વારા આ પોસ્ટ ઉપર સારા ઉમેદવારો પસંદ કરવા માટે લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત વિવિધ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત મેટ્રો ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટવિવિધ ચીફ જનરલ મેનેજર
જગ્યા4
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ21-4-2025
ક્યાં અરજી કરવીhttps://www.gujaratmetrorail.com/

ગુજરાત મેટ્રો ભરતી વિવિધ પોસ્ટની માહિતી

પોસ્ટજગ્યા
ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર(ઇલેટ્રીકલ)1
ચીફ જનરલ મેનેજર(કોર્પોરેટ પ્લાનિંગ)1
ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર(રોલિંગ સ્ટોક)1
ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર(ટ્રેક્શન)2

વિવિધ પોસ્ટની વિગતવાર માહિતી

ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર(ઇલેટ્રીકલ)

શૈક્ષણિક લાયકાત - સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ/ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ/ પાવર ઇલેક્ટ્રોનિક્સ/ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને નિયંત્રણમાં ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ.
વય મર્યાદા- 55 વર્ષથી 62 વર્ષ
પગાર - ₹120000-₹280000
અનુભવ - સમાન ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ

નોટિફિકેશન

ચીફ જનરલ મેનેજર(કોર્પોરેટ પ્લાનિંગ)

શૈક્ષણિક લાયકાત - માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રૉનિક્સમાં સ્નાતક
વય મર્યાદા - 57થી 58 વર્ષ
પગાર - ₹ 120000-₹280000
અનુભવ - સમાન ક્ષેત્રમાં 4 વર્ષનો અનુભવ

નોટિફિકેશન

ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર(રોલિંગ સ્ટોક)

શૈક્ષણિક લાયકાત - માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ/ મિકેનિકલ/ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ/ પાવર ઇલેક્ટ્રોનિક્સ/ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં સ્નાતક
વય મર્યાદા - 55 વર્ષથી 62 વર્ષ
પગાર - ₹ 120000-₹280000
અનુભવ - સમાન ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ

નોટિફિકેશન

ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર(ટ્રેક્શન)

શૈક્ષણિક લાયકાત - માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સ્નાતક.
વયમર્યાદા - 55 વર્ષથી 62 વર્ષ
પગાર - ₹ 120000-₹280000
અનુભવ - સમાન ક્ષેત્રમાં 4 વર્ષનો અનુભવ

નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કેવી રીતે કરવી

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુ
જ્યાં career ઓપ્શન પર ક્લિક કરવું
અહીં વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશે
જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવું
અહીં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી
જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા
ફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી

Advertisment
મેટ્રો ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી