ગુજરાત મેટ્રો ભરતી : ગુજરાતમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Gujarat Metro Recruitment 2025 : ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Metro bharti

ગુજરાત મેટ્રો ભરતી photo - X @MetroGMRC

Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી : ગુજરાતમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન) પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કુલ 4 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત મેટ્રો ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટઆસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન)
જગ્યા4
વય મર્યાદા32 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-3-2025
ક્યાં અરજી કરવીhttps://www.gujaratmetrorail.com/

ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી ઉમેદવારે B.E માં ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/મિકેનિકલ/કોમ્પ્યુટર સાયન્સ/ITમાં ટેક કરેલું હોવું જોઈએ.

અનુભવ

ઉમેદવારે સમાન ક્ષેત્રમાં ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને ₹ 50000-₹160000 પગાર સાથે અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે.

  • ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કેવી રીતે કરવી

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુ
જ્યાં career ઓપ્શન પર ક્લિક કરવું
અહીં વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશે
જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવું
અહીં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી
જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા
ફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી

Advertisment
મેટ્રો નોકરી કરિયર ભરતી