Gujarat Police Job 2024 Online Application Date : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12472 ભરતી કરવાની ઘોષણા કરવામાં આવી છે. પોલીસ ભરતી માટે કયારથી ઓનલાઇન અરજી શરૂ થશે તે વિશે પરિપત્ર જાહેર બહાર પડ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે. પોલીસની સુવર્ણ નોકરી માટે અરજી કરવાની તારીખ, શૈક્ષણિક અને શારીરિક લાયકાત, અરજી ફી સહિત વિગતવાર માહિતી જાણો
ગુજરાત પોલીસ દ્વારા 12472 ભરતી થશે
ગુજરાત પોલીસ દ્વારા 12472 પદો પર નવી ભરતી કરવાની ઘોષણા કરવામાં આવી છે. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) અને જેલ સિપાઇ ક્લાક -3 પદ પર ભરતી કરવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી : કયા પદ પર કેટલી ભરતી થશે?
ગુજરાત પોલીસ દ્વારા 12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.
ગુજરાત પોલીસ ભરતી : ઓનલાઈન અરજી ક્યારથી શરૂ થશે
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12474 પદ માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ અને એપ્લિકેશન ફી સહિત તમામ વિગત જાહેત કરી છે. પોલીસ બનવા માંગતા ઉમેદવારો 4/4/2024 ના રોજ બપોરે 3 વાગેથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન અજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30/4/2024 છે. ઉમેદવાર 30 એપ્રિલ, 2024ની રાત્રી 23.59 કલાક સુધી અરજી કરી શકે છે.
ગુજરાત પોલીસ ભરતી : શૈક્ષણિક લાયકાત
ગુજરાત પોલીસની આ 12472 ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો બિન હથિયારધારી સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્યુટરની જ્ઞાન હોવું જરૂરી છે.
ગુજરાત પોલીસી ભરતી : વય મર્યાદા
ગુજરાત પોલીસ ની આ ભરતીમાં બિન હથિયારધારી પીએઆઈ પદ માટે ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અલબત્ત, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર વય મર્યાદમાં છુટછાટનો લાભ મળશે. આ નોકરી માટે જનરલ વર્ગની મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષ અને અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છુટછાટ મળશે.
આ પણ વાંચો | ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી, સિવિલ એન્જીનિયર યુવકો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો વિગતો
ગુજરાત પોલીસી ભરતી : ઓનલાઈન અરજી ફી
ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરનાર સામાન્ય વર્ગના ઉમેદવારોએ વિવિધ કેડરના પદ માટે અલગ – અલગ એપ્લિકેશન ફી ભરવાની રહેશે. જનરલ વર્ગના ઉમેદવારે પીએસઆઈ કેડરની અજી માટે 100 રૂપિયા, લોકરક્ષક કેડરની અરજી માટે 100 રૂપિયા ઓનલાઈન એપ્લિકેશન ફી ભરવાની રહેશે. જેમાં સંબંધિત ચાર્જીસ અલગથી લાગશે. ઈડબ્લ્યુએસ, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ, સામાજીક અને આર્થિક પછાત વર્ગ તેમજ માજી સૈનિક ઉમેદવારોને અરજી ફીમાંથી મૂક્તિ આપવામાં આવી છે.