Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસમાં PSI અને હેડ કોન્સ્ટેબલની સીધી ભરતી, વાંચો બધી જ માહિતી

Gujarat Police PSI and Head Constable recruitment : ગુજરાત પોલીસ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Police PSI and Head Constable recruitment : ગુજરાત પોલીસ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
Gujarat police bharti 2025

ગુજરાત પોલીસ ભરતી photo - X @GujaratPolice

Gujarat Police Bharti 2026,ગુજરાત પોલીસ ભરતી 2026 : ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તકનિકિ સેવાઓ હેઠળની વાયરલેસ પ્રભાગ તથા મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની બમ્પર ભરતીઓની જાહેરાત બહાર પડી છે. બંને પ્રભાગોમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ટેક્નિકલ ઓપરેટર, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવરની કૂલ 900થી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ગુજરાત પોલીસ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

Gujarat Police bharti 2026 મહત્વની વિગતો

સંસ્થાગુજરાત પોલીસ ભરતી બોર્ડ
વિભાગવાયરલેસ અને મોટર ટ્રાન્સ્પોર્ટ
પોસ્ટપોલીસ સબ ઈન્સ્પેક્ટર, ટેક્નિકલ ઓપરેટર, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર
જગ્યા950
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ9-1-2026
અરજી કરવાની છેલ્લી તારીખ29-1-2026
અરજી ક્યાં કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત પોલીસ ભરતી 2026 પોસ્ટની વિગતો

વાયરલેસ વિભાગ

પોસ્ટજગ્યા
પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ)172
ટેક્નિકલ ઓપરેટર698
કુલ870

મોટર ટ્રાન્સ્પોર્ટ વિભાગ

પોસ્ટજગ્યા
પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)35
હેડકોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક, ગ્રેડ-145
કુલ80
Advertisment

ગુજરાત પોલીસ ભરતી 2026 માટે શૈક્ષણિક લાયકાત

પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેક્નિકલ ઓપરેટર 

એન્જીનિયરિંગમાં સ્નાતક ડિગ્રી જેવી કે, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એ્ડ ટેલિકમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિશન ટેક્નોલોજી, કમ્પ્યુટર એન્જીનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ

પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-1

ઉમેદવારોએ સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થામાંથી ઓટોમોબાઈલ એન્જીનિયરિંગ, મિકેનિકલ એન્જીનિયરિંગની ડિગ્રી પાસે કરેલી હોવી જોઈએ

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાતની પીડીએફ

ગુજરાત પોલીસ ભરતી 2026ની વિગતે માહિતી ઓજસ ગુજરાતની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. ઉમેદવારો આ ભરતી માટે 9 જાન્યુઆરી 2026, બપોરે બે વાગ્યાથી લઈને 29-1-2026ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ભરતી ઉપર ક્લિક કરવાથી વિવિધ પોસ્ટની માહિતી દેખાશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
નોકરી ભરતી ગુજરાત પોલીસ સરકારી નોકરી કરિયર