Gujarat Police bharti last date : ગુજરાત પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોએ હજી સુધી ફોર્મ ભર્યું ન હોય તો જરા ઉતાવળ રાખજો નહીં તો ગુજરાત પોલીસમાં નોકરી કરવાનું તમારું સપનું રોળાઈ જશે. કારણે ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવા માટે માત્ર બે દિવસ જ બાકી છે. ગુજરાત પોલીસ ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે. અરજી કરના ઉમેદવાર માટે અહીં ભરતી અંગેની A to Z વિગતો આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વની માહિતી
પોસ્ટ ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ પોસ્ટ પીએસઆઈ, લોકરક્ષક, જેલ સિપાઈ વગેરે. કુલ જગ્યા 12472 નોકરી પ્રકાર સરકારી અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 (23:59 વાગ્યા સુધી) ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in
ગુજરાત પોલીસ ભરતીની પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ પુરુષ મહિલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 316 156 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 4422 2187 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) 1000 00 જેલ સિપાઈ 1013 85 કુલ 8963 3509
ગુજરાત પોલીસ ભરતી માટે કેવી રીતે કરવી ઓનલાઈન અરજી
ગૃહ વિભાગ દ્વારા બહાર પાડેલી 12 હજાર કરતા વધારે પદો માટે અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે. જે ઉમેદવારોએ હજી સુધી અરજી નથી કરી તેઓ બે દિવસમાં ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે આપેલા સ્ટેપ અનુસરવા.
- ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી
- વેબસાઈટ ખુલ્યા બાદ જે પદ માટે અરજી કરવી હોય એ સેક્શનમાં જવું
- અરજીની જરૂરી વિગતો ભરવી
- જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કોપી અટેચ કરવી
- અરજી સબમીટ કરતા પહેલા તમામ વિગતો એકવાર ધ્યાનથી ચકાસી લેવી
- ત્યારબાદ પ્રીન્ટ કાઢી લેવી
અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?
ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા – પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે. અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહશે.
ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઈસ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કોડ પસંદ કરવાનું રહેશે. તેમજ ફક્ટ લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. આ ઉપરાંત જો બંને માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પસંદ કરવાનું રહેશે. માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 અને સુધારેલ નિયમો 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત ળવા પાત્ર છે.
ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોની ઈમેજ 15 કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઈમેજ 15 કેબી સાઈઝથી વધુ નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
ગુજરાત પોલીસ ભરતી માટે અરજી ફી
કેટેગરી પોસ્ટ અરજી ફી જનરલ PSI ₹ 100 જનરલ LRD ₹ 100
ફી માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતઃ- આ ફી જનરલ વર્ગ માટે અરજી ફી ભરવાની છે. જોકે, ઈડબ્લ્યુએસ, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ, સામાજીક અને આર્થિક પછાત વર્ગ તેમજ માજી સૈનિક ઉમેદવારોને અરજી ફીમાંથી મૂક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ- Canada Visa Delay : કેનેડા સ્ટુડન્ટ વિઝામાં વિલંબ થી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત, જાણો કારણ અને સમસ્યાનું સમાધાન
ગુજરાત પોલીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત પોલીસની આ 12472 ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો બિન હથિયારધારી સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્યુટરની જ્ઞાન હોવું જરૂરી છે.
ગુજરાત પોલીસ ભરતી માટે વય મર્યાદા
ગુજરાત પોલીસની આ ભરતીમાં બિન હથિયારધારી પીએઆઈ પદ માટે ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અલબત્ત, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર વય મર્યાદમાં છુટછાટનો લાભ મળશે. આ નોકરી માટે જનરલ વર્ગની મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષ અને અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છુટછાટ મળશે.
ગુજરાત પોલીસ ભરતી માટે લેખિત પરીક્ષા અને પરિણામની તારીખ
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ ભરતી પીએસઆઇ અને લોકરક્ષક માટેની સંભવિત લેખિત પરીક્ષા અને પરિણામનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાત પોલીસ ભરતી 2024 માટેની લેખિત પરીક્ષા માટે શારીરિક કસોટી નવેમ્બર કે ડિસેમ્બર 2024માં યોજાશે. શારીરિક પરીક્ષાનું પરિણામ જાન્યુઆરી 2025માં જાહેર થશે.
આ પણ વાંચોઃ- UPSC Exam Calendar 2025: યુપીએસસી પરીક્ષા 2025 કેલેન્ડર જાહેર, અહીં જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે?
ગુજરાત પોલીસ ભરતી 2024ની બિન હથિયાર ધારી પીએસઆઈની લેખિત પરીક્ષા સંભવિત જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં લેવામાં આવી શકે છે. આ પેપર-1 પરીક્ષાનું પરિણામ માર્ચ 2025માં જાહેર થશે. ત્યારબાદ લેખિત પરીક્ષા પેપર – 2 માર્ચ થી જુલાઈ 2025માં લેવામાં આવશે અને તેનું પરિણામ ઓગસ્ટ 2025માં જાહેર થશે. ગુજરાત પોલીસ ભરતી 2024નું અંતિમ પરિણામ સપ્ટેમ્બર 2025માં જાહેર થશે.
ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક ધોરણો
પુરુષ ઉમેદવારો માટે
વર્ગ ઉંચાઈ (સે.મી.) છાતી (સે.મી) ફુલાવ્યા વગરની છાતી (સે.મી.) ફુલાવેલી મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે 162 79 84 અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 165 79 84
નોંધ – છાતીનો ફુલાવો ઓછામાં ઓછો પાંચ સે.મી. થવો અનિવાર્ય છે.
મહિલા ઉમેદવારો માટે
વર્ગ ઉંચાઈ (સે.મી.માં) મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે 150 અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 155
આ ઉમેદવારો શારીરિક રીતે અયોગ્ય ગણાશે
ગુજરાત પોલીસ ભરતીના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે નીચે આપેલી શારીરિક ખામી ધરાવતા ઉમેદવારો શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે.
- વાંકા ઢંચણવાળા
- ફૂલેલી છાતી
- ત્રાંસી આંખ
- સપાટ પગ
- કાયમની અતિશય ફુલેલી નસ
- ફૂલેલો અંગુઠો
- અસ્થિભંગ અંગ
- સડેલા દાંત
- ચેપી ચામડીના રોગ
- રંગ અંધત્વની ખામી
- નોંધઃ- અંગ અંધત્વની ખામી જેલ સિપાઈ (મહિલા-પુરુષ) માટે લાગુ પડતું નથી.