Gujarat Police Bharti, ગુજરાત પોલીસ ભરતી : અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે વિગતે જાણો

Gujarat Police bharti 2024, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં જોડાવવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો જાણવા આવશ્યક છે.

Written by Ankit Patel
February 12, 2024 11:30 IST
Gujarat Police Bharti, ગુજરાત પોલીસ ભરતી : અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે વિગતે જાણો
ગુજરાત પોલીસ ભરતી, પરીક્ષા પેટર્ન, અભ્યાસક્રમ, નવા નિયમો

Gujarat Police syllabus 2024, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભરતી બહાર પાડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે ગુજરાત પોલીસમાં જોડાવવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો જાણવા આવશ્યક છે. અમે તમને આ પોસ્ટમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે માહિતી આપીશું.

અમે બધા વિદ્યાર્થીઓને અહીં આપેલા અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નની કાળજીપૂર્વક નોંધ લેવાનું સૂચન કરીએ છીએ. અહીં આપેલા અભ્યાસક્રમમાં કેટલાક ફેરફારો છે કારણ કે ગુજરાત બોર્ડ દ્વારા નવા RR નિયમો તૈયાર કરવામાં આવ્યા છે, તાજેતરમાં નવા RR નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.

Gujarat Police Bharti : ગુજરાત પોલીસ ભરતી, LRD કોન્સ્ટેબલ પરીક્ષા અભ્યાસક્રમ

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન વિશે વધુ માહિતી આપવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ માટે કૃપા કરીને નીચેની વિગતો તપાસો.

ભાગ – A

  • તર્ક અને ડેટા અર્થઘટન : 30 ગુણ
  • માત્રાત્મક યોગ્યતા: 30 ગુણ
  • ગુજરાતી ભાષામાં સમજણ: 20 ગુણ

ભાગ – B

  • ભારતનું બંધારણ: 30 માર્ક્સ
  • વર્તમાન બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન: 40 ગુણ
  • ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ : 50 ગુણ

Gujarat Police Bharti : ગુજરાત પોલીસ ભરતી, LRD કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્ન

ગુજરાત પોલીસ ભરતીમાં એલઆરડી કોન્સ્ટેબલ તરીકે જોડાવવા ઈચ્છતા ઉમેદવારો માટે પરીક્ષા પેટર્ન અંગે સમજવું જરૂરી છે. ગુજરાત પોલીસ ભરતી લોકરક્ષક કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્ન આ પ્રમાણે છે.

  • 1-સમય: 3 કલાક
  • 2-200 માર્ક્સનું એક પેપર 3 કલાક
  • 3-ObJECTIVE MCQ ટેસ્ટ લેવામાં આવશે. આ પેપર પાર્ટ-એ અને પાર્ટ-બી એમ બે ભાગમાં હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ જરૂરી છે.
  • 4- ઉદ્દેશ્ય પ્રકારની લેખિત પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્ન (MCQ) અને O.M.R (ઓપ્ટિકલ માર્ક રીડર) સિસ્ટમનો સમાવેશ થાય છે.
  • 5 – દરેક પ્રશ્ન 1 માર્કનો હોવો જોઈએ.
  • 6- ઉમેદવારે તમામ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે.
  • 7- ખોટા જવાબ સાથે દરેક પ્રયાસ કરેલા પ્રશ્ન 0.25 ના નકારાત્મક ગુણ ધરાવશે
  • 8- દરેક પ્રશ્નમાં “પ્રયાસ કર્યો નથી” નો એક વિકલ્પ રહેશે. જો ઉમેદવાર જવાબ આપવાનો ઇરાદો ન ધરાવતો હોય, તો તે આ વિકલ્પ પસંદ કરી શકે છે. જો ઉમેદવાર આ વિકલ્પ પસંદ કરે છે, તો નકારાત્મક ચિહ્ન આપવામાં આવશે નહીં.
  • 9- જો ઉમેદવારે પ્રશ્નમાં આપેલા કોઈપણ વિકલ્પને પસંદ કર્યો નથી, તો તે 0.25 નો નકારાત્મક ગુણ ધરાવશે.

Gujarat Police Bharti : ગુજરાત પોલીસ ભરતી, લોકરક્ષક ભરતી નવા નિયમો

શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે

પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.

Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી, ધોરણ 3 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક

Rajkot GRD Bharti 2024, Rajkot GRD recruitment 2024, GRD bharti 2024
રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી

Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી : રાજકટોમાં રહેતા અને માત્ર ધોરણ 3 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. રાજકોટ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ગ્રામ રક્ષક દળની ભરતી બહાર પાડી છે. રાજકોટ પોલીસ અધિક્ષક કચેરીએ આપેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે ગ્રામ રક્ષક દળની કુલ 324 જગ્યાઓ ભરવાની છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ