ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આપી મહત્વની માહિતી

Gujarat police bharti physical exam date : ગુજરાત પોલીસ ભરતી માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકસક્ષક માટે અરજી કરનાર ઉમેદવારો માટે શારીરિક કસોટી અંગે મહત્વના સમાચાર આવ્યા છે.

Written by Ankit Patel
October 11, 2024 11:16 IST
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આપી મહત્વની માહિતી
ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી - (પ્રતિકાત્મક તસવીર - express photo by Arul Rohizon)

Gujarat police bharti physical exam date : ગુજરાત પોલીસ ભરતી માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકસક્ષક માટે અરજી કરનાર ઉમેદવારો માટે શારીરિક કસોટી અંગે મહત્વના સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરુ થઈ શકે છે. આ માહિતી ગુજરાત પોલીસ ભરતીબોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના સત્તાવાર એક્સ હેન્ડર પર બે ટ્વીટ કરીને આપી હતી.

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આજે 11 ઓક્ટોબર 2024, શુક્રવારે સવારે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ ઉપર એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે પોલીસ ભરતીની શારીરિક કસોટીની અપેક્ષિત તારીખ જાહેર કરી હતી. ત્યારબાદ બીજા એક ટ્વીટમાં CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે પણ માહિતી આપી હતી.

હસમુખ પટેલે ટ્વીટમાં લક્યું હતું કે પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.

તેમણે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું હતું કે CCEની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટી ની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.

પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી

પોલીસની ભરતીમાં પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અરજીઓ મંગાવી ત્યારે પીએસઆઈની 51,800 અને લોકરક્ષક 1.35 લાખ જેટલી અરજી આવી છે.

આ પણ વાંચોઃ- ગુજરાત મેટ્રો ભરતી : લાખો રૂપિયાની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો A to Z માહિતી

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 જગ્યાઓ ભરાશે

ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ