Gujarat Police bharti, Gujarat police bharti physical examination, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી પીએસઆઈ, લોકરક્ષકની ભરતી માટે અરજી પ્રક્રિયા 4 એપ્રિલથી શરુ થઈ ગઈ છે ત્યારે આ પરીક્ષામાં લેખીત, શારીરિક સહિતની કસોટી લેવામાં આવે છે. ત્યારે અરજી કરનાર ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભરતીમાં શારીરિક કસોટીમાં શું શું ધ્યાન રાખાવમાં આવે છે.
ગુજરાત પોલીસ ભરતીની મહત્વની માહિતી
પોસ્ટ ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ પોસ્ટ પીએસઆઈ, લોકરક્ષક, જેલ સિપાઈ વગેરે. કુલ જગ્યા 12472 નોકરી પ્રકાર સરકારી અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in
ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક ધોરણો
પુરુષ ઉમેદવારો માટે
વર્ગ ઉંચાઈ (સે.મી.) છાતી (સે.મી) ફુલાવ્યા વગરની છાતી (સે.મી.) ફુલાવેલી મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે 162 79 84 અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 165 79 84
નોંધ – છાતીનો ફુલાવો ઓછામાં ઓછો પાંચ સે.મી. થવો અનિવાર્ય છે.
મહિલા ઉમેદવારો માટે
વર્ગ ઉંચાઈ (સે.મી.માં) મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે 150 અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 155
આ ઉમેદવારો શારીરિક રીતે અયોગ્ય ગણાશે
ગુજરાત પોલીસ ભરતીના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે નીચે આપેલી શારીરિક ખામી ધરાવતા ઉમેદવારો શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે.
- વાંકા ઢંચણવાળા
- ફૂલેલી છાતી
- ત્રાંસી આંખ
- સપાટ પગ
- કાયમની અતિશય ફુલેલી નસ
- ફૂલેલો અંગુઠો
- અસ્થિભંગ અંગ
- સડેલા દાંત
- ચેપી ચામડીના રોગ
- રંગ અંધત્વની ખામી
- નોંધઃ- અંગ અંધત્વની ખામી જેલ સિપાઈ (મહિલા-પુરુષ) માટે લાગુ પડતું નથી.
આ પણ વાંચોઃ- Gujarat police bharti : ગુજરાત પોલીસ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ, ઉમેદવારોએ શું શું ધ્યાન રાખવું?
આ પણ વાંચોઃ- Gujarat Police Bharti, ગુજરાત પોલીસ ભરતી : અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે વિગતે જાણો
ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- ઉમેદવાર માનસિક, શ્રવણશક્તિ, અપેન્ડેજ સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટી વગેરેમાં સામાન્ય વ્યવસાયિક કાર્યો કરવા અંગે સંપૂર્ણ રીતે સમક્ષમ હોવા જોઈએ.
- ભરતી નિયમોમાં જણાવેલ માપદંડ મુજબ ઉમેદવારે નિમણુંક પૂર્વ જરૂરી તબીબી પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.
શૈક્ષણિક લાયકાત
ગુજરાત પોલીસની આ 12472 ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો બિન હથિયારધારી સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્યુટરની જ્ઞાન હોવું જરૂરી છે.





