Gujarat Police Recruitment 2025: ગુજરાત સરકારના પોલીસ ખાતામાં નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી છે. આજે બુધવારથી આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શારીરિક લાયકાત અને જરૂરી સુચનો વિશે આ લેખમાં માહિતી આપવામાં આવી છે. તો ચાલો જોઈએ કયા ઉમદેવારો ભરતીમાં ભાગ લઈ શકશે.
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) વિભાગ ગૃહ વિભાગ પોસ્ટ પીએસઆઈ, એલઆરડી જગ્યા 13591 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદ 18થી 35 વર્ષ અરજી કરવાની શરુઆતની તારીખ 3-12-2025 અરજી કરવાની છેલ્લી તારીખ 23-12-2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/
ગુજરાત પોલીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- પોલીસ સબ ઈન્સ્પેક્ટર – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી
- લોકરક્ષક- ધોરણ 12 પાસ, સરકાર માન્ય સંસ્થામાંથી સમકક્ષ પરીક્ષા પાસ
ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક લાયકાત
વર્ગ ઊંચાઈ(સે.મી.) છાતી(સે.મી.) ફુલાવ્યા વગરની છાતી(સે.મી.) ફુલાવેલી મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમદેવારો માટે 162 79 84 અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 165 79 84 છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સે.મી. થવો અનિવાર્ય છે.
મહિલા ઉમેદવારો માટે શારીરિક લાયકાત
વર્ગ ઊંચાઈ(સે.મી.) મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમદેવારો માટે 150 અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 155
ઉમેદાવારો માટે ખાસ સૂચના
ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે
- વાંકાં ઢીંચણવાળા
- ફૂલેલી છાતી
- ત્રાંસી આંખ
- સપાટ પગ
- કાયમી અતિશય ફૂલેલી નસ
- ફૂલેલો અંગુઠો
- અસ્થિભંગ અંગ
- સડેલા દાંત
- ચેપી ચામડીના રોગ
- રંગ અંધત્વની ખામી
- રંગ અંધત્વની ખામી જેલ સિપાઈ માટે લાગુ પડતું નથી.
- ભરતી નિયમોમાં જણઆવેલ માપદંડ મુજબ ઉમેદવારે નિમણૂક પૂર્વે જરૂરી તબીબી પરીક્ષણમાં પાસ થવાનું રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GPRB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ભરતી દેખાશે
- હવે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી





