Gujarat police Bharti Physical exam Date announced, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં જોડાવવા માટે તૈયારીઓ કરી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી હતી. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી માટે શારીરિક કસોટીની અંદાજીત તારીખ પણ જાહેર થઈ છે.
જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી યોજાશે શારીરિક કસોટી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટ્વીટર પર જાણ કરાઈ છે કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી માટેની શારીરિક પરીક્ષા જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી યોજાવાની સંભાવના છે. બીજી તરફ લોકરક્ષક કેડરની ભરતી માટે જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેચી છે તેવા ઉમેદવારોની યાદી પણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક લાયકાત
વર્ગ ઊંચાઈ(સે.મી.) છાતી(સે.મી.) ફુલાવ્યા વગરની છાતી(સે.મી.) ફુલાવેલી મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમદેવારો માટે 162 79 84 અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 165 79 84 છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સે.મી. થવો અનિવાર્ય છે.
PSI અને LRD શારીરિક પરીક્ષા માટે કેટલીક સૂચના
પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા જ રાખવામાં આવ્યા છે. જેથી ઉમેદવારોએ પી.એસ.આઈ અને લોકરક્ષક કેડર માટે (PSI+LRD) તરીકે અરજી કરેલી છે અને જો બંને ભરતી માટે લાયક હોય તો પણ તેઓએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.
કોઈપણ કારણોસર એક જ ઉમેદવારની શારીરિક કસોટી માટે એક કરતા વધુ પ્રવેશ પત્ર મળેલ હોય તો જે પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલા આવતી હોય તેવા એક જ પ્રવેશપત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે.એક કરતા વધારે શારીરિક કસોટી આપનારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે.
સંયુક્ત શારીરિક કસોટી યોજાશે
ઉમેદવાર કસોટીનો પ્રકાર સમય મર્યાદા પુરુષ 5000 મીટર દોડ વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પુરી કરવાની રહેશે. મહિલા 1600 મીટર દોડ વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે. એક્સ સર્વિસમેન 2400 મીટર દોડ વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.
શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પો.સ.ઈ. કેડરની બીજા સ્ટેજમાં મુખ્ય પરીક્ષામાં બોલાવાવમાં આવશે.
પોલીસ સબ ઈન્સ્પેક્ટરની કુલ 858 જગ્યાઓ
પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગ્રુપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
- હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
- જેલર ગ્રુપ 2- 70
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ
લોકરક્ષક (LRD)ની 12,733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપાહીની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ ઉમેદવારો લોકરક્ષક માટે અરજી કરી શકશે.
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
- જેલ સિપાહી (પુરુષ): 300
- જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31





