પીએસઆઈની ભરતીના નિયમો બદલાયા, હવે ત્રણને બદલે બે જ પરીક્ષા લેવાશે

PSI recruitment rules : એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે

Written by Ashish Goyal
Updated : March 07, 2024 21:45 IST
પીએસઆઈની ભરતીના નિયમો બદલાયા, હવે ત્રણને બદલે બે જ પરીક્ષા લેવાશે
એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે

Gujarat Police : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. આ ઉપરાંત વજન પણ ધ્યાન પર નહીં લેવામાં આવશે નહીં.

300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે

300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે. એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા શારીરિક કસોટી, પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. પહેલા શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ ગણવામાં આવશે નહીં.

હવે વજનને પણ ધ્યાને લેવામાં આવશે નહીં

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.

આ પણ વાંચો – પરીક્ષા ટીપ્સ : જીઈઈ મેઇન્સ પરીક્ષા ક્રેક કરવા માટે અપનાવો આ ટીપ્સ, મળશે સરળતાથી સફળતા

હવે કુલ-300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1(GENERAL STUDIES(MCQ)) 3 કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2 (GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 3 કલાકનું અને 100 ગુણનું રહેશે.

પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટવાળા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-2(અંગ્રેજી), પેપર-3(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી.

પાસ થવા માટે ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે

પેપર-1 Part-A(100 ગુણ) અને Part-B(100 ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

પેપર-2 Part-A(70 ગુણ) અને Part-B(30 ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-2માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર-1ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-2 ચકાસવામાં આવશે.

પહેલા સબ-ઈન્સપેકટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્ષના સમયગાળાના આધારે આપવામાં આવશે.

NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળો અને આપવાના થતા વધારાના ગુણ

  • 1 વર્ષ માટે 5 ગુણ
  • 2 વર્ષ માટે 9 ગુણ
  • 3 વર્ષ માટે 12 ગુણ
  • 4 કે તેથી વધુ વર્ષ માટે 15 ગુણ

આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ