Gujarat Police Recruitment 2024 : પોલીસ ભરતીને લઇને મહત્વની અપડેટ, જાણો ક્યારથી યોજાશે શારીરિક કસોટી

Gujarat Police Recruitment 2024 : પોલીસની ભરતીમાં પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો

Written by Ashish Goyal
September 10, 2024 18:53 IST
Gujarat Police Recruitment 2024 : પોલીસ ભરતીને લઇને મહત્વની અપડેટ, જાણો ક્યારથી યોજાશે શારીરિક કસોટી
ગુજરાત પોલીસ ભરતી photo - X @GujaratPolice

Gujarat Police Recruitment 2024, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) અને લોકરક્ષકની નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી

પોલીસની ભરતીમાં પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અરજીઓ મંગાવી ત્યારે પીએસઆઈની 51,800 અને લોકરક્ષક 1.35 લાખ જેટલી અરજી આવી છે.

નવેમ્બર મહિનામાં શારિરીક કસોટી શરુ થશે

શારીરિક કસોટી વિશે તેમણે કહ્યું હતું કે નવેમ્બર મહિનામાં આપણે શારિરીક કસોટી શરુ કરીશું. પીએસઆઈની પરીક્ષા પુરી થયા પછી લોરરક્ષકની શારીરિક કસોટીનું આયોજન કરાશે. આ ભરતીમાં પીએસઆઈ અને લોકરક્ષક બન્નેમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ એક જ વખત શારિરીક કસોટી આપવાની રહેશે.

આ પણ વાંચો – સાબરકાંઠામાં નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 જગ્યાઓ ભરાશે

ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.

પોસ્ટપુરુષમહિલા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર316156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ44222187
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF)100000
જેલ સિપાઈ101385
કુલ89633509

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે. ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ