ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર, પીએસઆઈ અને લોકરક્ષકના ઉમેદવારો કેલેન્ડરમાં નોંધ કરી લે

Gujarat Police Recruitment 2024 Exam Date Time Table : ગુજરાત પોલીસ ભરતી 2024 પરિપત્ર અનુસર 12472 પદ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી કરવાની છે. આ પરીક્ષા માટે સંભવિત પરીક્ષાનું સમયપત્રક જાહેર થયું છે. જેનાથી ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે.

Written by Ajay Saroya
April 12, 2024 22:53 IST
ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર, પીએસઆઈ અને લોકરક્ષકના ઉમેદવારો કેલેન્ડરમાં નોંધ કરી લે
ગુજરાત પોલીસમાં 12000થી વધુ પદ પર ભરતી કરવા ઓનલાઇન અરજી મંગાવાઇ છે.

Gujarat Police Recruitment 2024 Exam Date Time Table : ગુજરાત પોલીસ ભરતી 2024ની પરીક્ષા તારીખ અંગે મોટા સમાચાર આવ્યા છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પીએસઇ અને લોકરક્ષક પરીક્ષાનું સંભવિત ટાઇમટેબલ જાહેક કરવામાં આવ્યું છે. પરીક્ષાના સંભવિત ટાઇમટેબલથી ઉમેદવારોની પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે. ઉમેદવારોએ એક વાત ધ્યાનમાં રાખવી કે, આ પરીક્ષાનો સમયપત્રક અંદાજીત છે, કોઇ કારણસર તેમા ફેરફાર થઇ શકે છે.

ગુજરાત પોલીસ ભરતી : 30 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત ગૃહ વિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 પદ પર ભરતી કરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત પોલીસ ભરતી માટે અરજી પ્રક્રિયા 4 એપ્રિલ 2024 શરુ થઈ છે. આ પોલીસ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

Gujarat police bharti | Gujarat police Recruitment | Application Process Start
ગુજરાત પોલીસ ભરતી અરજી પ્રક્રિયા શરૂ – Photo – X @GujaratPolice

ગુજરાત પોલીસ ભરતી શૈક્ષણિક લાયકાત

ગુજરાત પોલીસની આ 12472 ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો બિન હથિયારધારી સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્યુટરની જ્ઞાન હોવું જરૂરી છે.

ગુજરાત પોલીસ ભરતી : લેખિત પરીક્ષા અને પરિણામની તારીખ

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ ભરતી પીએસઆઇ અને લોકરક્ષક માટેની સંભવિત લેખિત પરીક્ષા અને પરિણામનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાત પોલીસ ભરતી 2024 માટેની લેખિત પરીક્ષા માટે શારીરિક કસોટી નવેમ્બર કે ડિસેમ્બર 2024માં યોજાશે. શારીરિક પરીક્ષાનું પરિણામ જાન્યુઆરી 2025માં જાહેર થશે.

આ પણ વાંચો | ગુજરાત પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટીમાં શું ધ્યાન રખાશે? જાણો

ગુજરાત પોલીસ ભરતી 2024ની બિન હથિયાર ધારી પીએસઆઈની લેખિત પરીક્ષા સંભવિત જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં લેવામાં આવી શકે છે. આ પેપર-1 પરીક્ષાનું પરિણામ માર્ચ 2025માં જાહેર થશે. ત્યારબાદ લેખિત પરીક્ષા પેપર – 2 માર્ચ થી જુલાઈ 2025માં લેવામાં આવશે અને તેનું પરિણામ ઓગસ્ટ 2025માં જાહેર થશે. ગુજરાત પોલીસ ભરતી 2024નું અંતિમ પરિણામ સપ્ટેમ્બર 2025માં જાહેર થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ