Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી અંગેનું મહત્વનું અપડેટ્સ, આ ઉમેદવારો માટે ખાસ કામના સમાચાર

Gujarat Police Recruitment Updates : ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની રહી ગઈ હોય એવા ઉમેદવારો માટે ફરીથી સારા સમાચાર આવી ગયા છે. આગામી દિવસોમાં આવા ઉમેદવારો અરજી કરી શકશે.

Written by Ankit Patel
May 13, 2024 11:27 IST
Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી અંગેનું મહત્વનું અપડેટ્સ, આ ઉમેદવારો માટે ખાસ કામના સમાચાર
ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વનું અપડેટ્સ photo- X @Hasmukhpatelips

Gujarat Police Recruitment 2024 updates, Police Bharti : ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વનું અપડેટ આવી ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામ બાદ ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપી હતી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કર્યું ટ્વીટ

આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક અપાશે. જેમાં મુખ્યત્વે અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે.

આ ઉમેદવારો માટે સુવર્ણતક?

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં લોકરક્ષક, પીએસઆઈ સહિતની 12 હજાર કરતા વધારે પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી. જોકે, આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવી હતી. જોકે, આ સમય મર્યાદામાં કોઈ કારણસર અરજી કરવાનું બાકી રહી ગયું હોય તેવા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.

આગામી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે. ખાસ કરીને એવા ઉમેદવારો જેઓ શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કારણોસર અરજી ન કરી શક્યા હોય તેમના માટે અરજી કરવાની નવી તક આવી છે.

આ પણ વાંચોઃ- ગુજરાત હાઈકોર્ટ ભરતી : સ્નાતકો માટે ₹ 1.42 લાખ સુધીના પગારની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત પોલીસ ભરતી : કયા પદ પર કેટલી ભરતી થશે?

ગુજરાત પોલીસ દ્વારા 12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ