ગાંધીનગર : PSI અને લોકરક્ષક ભરતી હવે એક જ બોર્ડ કરશે, હસમુખ પટેલને ચાર્જ સોંપાયો

PSI lokrakshak recruitment board : PSI અને લોકરક્ષક ભરતી માટે ગૃહ વિભાગે બનાવેલા અલગ ભરતી બોર્ડનો ચાર્જ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ (IPS Hasmukh patel) ને સોંપ્યો છે. પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિર્દેશક પી.વી. રાઠોડ (IPS P V Rathod) ને પણ જવાબદારીનો ચાર્જ સોંપાયો છે

Written by Kiran Mehta
August 18, 2023 18:05 IST
ગાંધીનગર : PSI અને લોકરક્ષક ભરતી હવે એક જ બોર્ડ કરશે, હસમુખ પટેલને ચાર્જ સોંપાયો
ગાંધીનગર : હવે PSI અને લોકરક્ષક ભરતી એક જ બોર્ડ કરશે, હસમુખ પટેલને ચાર્જ સોંપાયો

ગુજરાતમાં PSI અને લોકરક્ષક ભરતી બોર્ડનો ચાર્જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ અને પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિદેશક પી.વી. રાઠોડને સોંપાયો છે. અગાઉ PSI ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડ અલગ હતા, હવે એક જ બોર્ડ ભરતી કરશે.

પી.વી. રાઠોડને પણ વધારાની જવાબદારી

PSI અને લોકરક્ષક ભરતી માટે ગૃહ વિભાગે બનાવેલા અલગ ભરતી બોર્ડનો ચાર્જ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલને સોંપ્યો છે. પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિર્દેશક પી.વી. રાઠોડને પણ જવાબદારીનો ચાર્જ સોંપાયો છે. આ બંને આઇપીએસ અધિકારીઓ પોલીસ ભરતી બોર્ડમાં નવી નિમણૂક ન થાય ત્યાં સુધી જવાબદારી સંભાળશે. પી.વી રાઠોડ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. જેમને હવે નવી જવાબદારી સોંપાઈ છે.

9 વર્ષમાં કોઈ ન કરી શક્યું તે હસમુખ પટેલે કરી બતાવ્યું

છેલ્લા 9 વર્ષમાં ચીફ ઓફિસર 2013, તલાટી 2014, મુખ્ય સેવિકા 2018, નાયબ ચિટનીશ 2018, પોલીસ લોકરક્ષક દળ 2018, ટેટ 2018, બિનસચિવાલય ક્લાર્ક 2019, ડીજીવીસીએલ વિદ્યુત સહાયક જુલાઈ 2021, સબ ઓડિટર ઓક્ટોબર 2021 અને હેડ ક્લાર્ક ડિસેમ્બર 2021ની પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવ બની ચૂક્યા છે.

આ પણ વાંચોCSDS Survey : માત્ર 6% યુવાનો પાસે સરકારી નોકરી, 51% પાસે કોઈ રોજગાર નહી

પારદર્શક કામગીરી સાથે પરીક્ષાઓ લેવાઈ

એટલે કે 9 વર્ષમાં 10 ઘટનાઓ પેપર ફૂટવાની બની ચૂકી છે. પરિણામે ભરતીની તૈયારી કરતા લાખો ઉમેદવારો નિરાશ થઈ ગયા હતા. આ બધા વચ્ચે હસમુખ પટેલે પારદર્શક અને સ્પષ્ટ કામગીરીએ સરકારી નોકરીનું સપનું જોનારા અનેક ઉમેદવારોના ભવિષ્ય સાથે અન્યાય થતા બચાવી લીધો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ