GPSC Exam date, GPSC exam schedule, gpsc exam calendar : ગુજરાત સરકારમાં નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ- 3ની કેટલીક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
આયોગ દ્વારા ડિસેમ્બર 2023માં યોજાનારી સાત પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ આયોગની વેબસાઈ જોતા રહેવાની વિનંતી કરાવમાં આવે છે.
GPSC Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ પરીક્ષા મોકૂફ રખાઈ?
જાહેરાત ક્રમાંક પરીક્ષાનું નામ 50/2023-24 અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-2 (GWRDC) 57/2023-24 પ્રિન્સિપાલ/સુપ્રિટેન્ડન્ડ (હોમિયોપેથી), વર્ગ -1 49/2023-24 અધિક મદદનીશ ઇજનેર (યાંત્રીક), વર્ગ-3 (GWRDC) 56/2023-24 નિન્મ વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), વર્ગ-1 55/2023-24 ઔષધ નિરીક્ષક અધિકારી, વર્ગ-2 51/2023-24 લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-3 (GWRDC) 52/2023-24 સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, વર્ગ-3(GWRDC)
GPSC Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ કઈ પ્રાથમિક કસોટીમાં કરાયો ફેરફાર?
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 6 જાહેરાતોની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંબંધિ ઉમેદવારોએ નોંધ લેવી. જીપીએસસીએ યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2, પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 ની પ્રાથમિક પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
GPSC Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, નોટિફિકેશન
GPSC Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ પરીક્ષા ક્યારે લેવાશે?
જાહેરાત ક્રમાંક પરીક્ષાનું નામ પરીક્ષાની મોકૂફ તારીખ નવી સૂચિત તારીખ 62/2023-24 યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 13-12-2023 21-02-2024 59/2023-24 ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ -1 13-12-2023 21-02-2024 60/2023-24 ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1 13-12-2023 21-02-2024 63/2023-24 પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રધ્યાપક વર્ગ-1 13-12-2023 21-02-2024 64/2023-24 બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1 13-12-2023 21-02-2024 58/2023-24 કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1 13-12-2023 21-02-2024





