/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-ST-Recruitment-2024.jpg)
ગુજરાત એસટી ભરતી Express photo
Gujarat ST Bharti 2026 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. gsrtc દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ભરવા માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. આ માટે ઉમેદવારો માટે પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત st ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
GSRTC ભરતી 2026ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
| પોસ્ટ હેલ્પર | |
| જગ્યા | 297 |
| વય મર્યાદા | મહત્તમ 45 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 12-3-2026 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત ST ભરતી 2026, પોસ્ટની વિગતો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની 297 જગ્યાઓ માટે ફીક્સ પગારની સીધી ભરતી માટે ઉમેદવારો પસંદ કરવા માટે અરજી પ્રક્રિયા હાથધરવામાં આવી છે.
GSRTC bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય આઈટીઆઈ નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઈલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઈલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઈન્ટર જનરલ અથવા ઓટો મોબાઈલ પેઈન્ટ રીપેરીનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા
ગુજરાત એસટી ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો વય મર્યાદા 18થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જોકે, આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની હોવાથી વય મર્યાદા મહત્તમ 45 વર્ષ છે.
પગાર ધોરણ
ગુજરાત એસટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને પાંચ વર્ષ માટે ₹21,100 ફીક્સ પગાર મળા પાત્ર રહેશે.
નોટીફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSRTC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ભરતી આવશે.
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us