ગુજરાત એસટી ભરતી : ITI કરેલા યુવકો માટે ગુજરાતમાં ₹ 21,000ની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat ST Recruitment 2024 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની બમ્પર ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Gujarat ST Recruitment 2024 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની બમ્પર ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSRTC Recruitment 2024, Gujarat ST Bharti

ગુજરાત એસટી ભરતી Express photo

GSRTC Recruitment 2024, GSRTC bharti, ગુજરાત એસટી ભરતી : આઈટીઆઈ કરેલા યુવકો નોકરીની શોધમાં છો તો તમારા માટે ગુજરાતમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની બમ્પર ભરતી બહાર પાડી છે. આ 1658 જગ્યાઓ ભરવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત એસટી ભરતી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત એસટી ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટહેલ્પર
જગ્યા1658
પગાર₹21,100 ફિક્સ પાંચ વર્ષ માટે
એપ્લિકેશન મોડઓનલાઈન
વયમર્યાદા18થી 35 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ5-1-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત એસટી ભરતી માટે હેલ્પર પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત737
ઈ.ડબ્લ્યુ.એસ.194
સા.શૈ.પ.વ264
અનુ.જાતિ103
અનુ.જન.જાતિ260
કુલ1658

શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય આઈ.ટી.આઈ. નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઈલેક્ટ્રીશીયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઈલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઈન્ટર જનરલ અથવા ઓટો મોબાઈલ પેન્ટર રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ હોવો જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વધુ જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

ગુજરાત એસટી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષ અને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. 5-1-1990થી 6-1-2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે.

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદાવરોને હેલ્પર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક 21,100 ફિક્સ પગારથી કરાર આધારીત નિમણૂક આપવામાં આવશે. તેઓને નિયમાનુંસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયાથી હેલ્પર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણૂક મળવવા પાત્ર હશે.

અરજી ફી

કેટેગરીફી
બિનઅનામત વર્ગ300 +GST
અનામત વર્ગ200+ GST

કેવી રીતે અરજી કરવી

ગુજરાત એસટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ નીચે આપેલા પગલાં અનુસરવાર

  • ઉમેદવારોએ સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • જ્યાં કરન્ટ એડવેટાઈઝમેન્ટ પર ક્લિક કરવી
  • અહીં તમારે જીએસઆરટીસી ભરતી પર ક્લિક કરવું
  • ત્યારે ભરતી અંગે માહિતી દેખાશે જ્યાં એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવું
  • હવે અરજી ફોર્મ ખુલશે, માંગેલી બધી માહિતી ધ્યાન પૂર્વક ભરવી
  • ફોર્મ ભરાઈ જાય અને જરૂરી દસ્તાવેજો તેમજ ફી ચૂકવણી થયા બાદ ફોર્મ સબમિટ કરવું
  • ભવિષ્યના રેફરન્સ માટે ફોર્મની પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત એસટી વિભાગની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી