Gujarat Teacher bharti 2025: ગુજરાતમાં જ્ઞાન સહાયકની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

Gujarat teacher Bharti : ગુજરાત શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં આપેલી છે.

Gujarat teacher Bharti : ગુજરાત શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat teacher job

ગુજરાત શિક્ષક નોકરી - Photo- freepik

Gujarat Teacher bharti 2025, ગુજરાત જ્ઞાન સહાયક ભરતી : ગુજરાતમાં શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) અને જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી નીકળી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ગુજરાત શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં આપેલી છે.

ગુજરાત ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત શાળા શિક્ષણ પરિષદ
પોસ્ટજ્ઞાન સહાયક
જગ્યાઉલ્લેખ નથી
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
અરજી કરવાની શરુઆતની તારીખ2-12-2025
અરજી કરવાની છેલ્લી તારીખ12-12-2025
ક્યાં અરજી કરવીhttps://gyansahayak.ssgujarat.org/

શૈક્ષણિક લાયકાત

જ્ઞાન સાહયક ભરતીના ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-2 પરીક્ષામાં ઉતીર્ણ થયેલા હશે.

Advertisment

પગાર ધોરણ

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ભરતી હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણે ફિક્સ પગાર મળશે.

પોસ્ટપગાર
જ્ઞાન સહાયક(પ્રાથમિક)₹21,000
જ્ઞાન સહાયક(માધ્યમિક)₹24,000
જ્ઞાન સહાયક(ઉચ્ચતર માધ્યમિક)₹26,000

વયમર્યાદા

પોસ્ટવય મર્યાદા
જ્ઞાન સહાયક(પ્રાથમિક)40 વર્ષ
જ્ઞાન સહાયક(માધ્યમિક)40 વર્ષ
જ્ઞાન સહાયક(ઉચ્ચતર માધ્યમિક)45 વર્ષ

ભરતી જાહેરાત

અરજી કેવી રીતે કરવી?

જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ https://gyansahayak.ssgujarat.org/ વેબસાઈટ ઉપર જવુંનીચે આપેલ પીડીએફમાં દર્શાવ્યા પ્રમાણે અરજી કરવી.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને ખાસ સૂચન

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રીન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

નોકરી કરિયર ભરતી