શિક્ષકની નોકરી માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટ (ટાટની પરીક્ષા)ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર આગામી 4 જૂને ટાટની પ્રીલિમનરી પરીક્ષા યોજવામાં આવશે અને ત્યારબાદ 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
ટાટની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ
શિક્ષણ વિભાગ દ્વારા આગામી ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટની (શિક્ષક અભિરૂચિ કસોટી) આગામી પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર ટાટની પરીક્ષા માટેના એપ્લિકેશન ફોર્મ ભરવાનું 2 મે, 2023થી શરૂ થઇ ગયુ છે. ટાટની પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મે, 2023 છે. ટાટાની પરીક્ષાના અરજદારો 20 મે, 2023 સુધીમાં નેટ બેન્કિંગ મારફતે નિર્ધારિત અરજીની ફી ભરી શકશે.
ઉલ્લેખનિય છે કે, ટાટાની આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ અનુસાર લેવામાં આવશે. ગત 29 એપ્રિલના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ટાટાની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઇને પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટાટાની પ્રથમ પરીક્ષા પાસ કરનારને જ ટાટાની મુખ્ય પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. આ હવે ટાટાની પરીક્ષા દ્વિતીય પરીક્ષા બની જશે. નવા નિયમ અનુસાર ટાટાની પ્રથમ પ્રીલિમનરી પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે અને બીજી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક હશે.
તાજેતરમાં 2.76 લાખ ઉમેદવારોએ ટાટાની પરીક્ષા આપી
ગત એપ્રિલમાં પણ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટાટાની પરીક્ષા)ની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 16 એપ્રિલના રોજ યોજાયેલી ટાટ-1ની પરીક્ષામાં 86 પરીક્ષાઓના રજિસ્ટ્રેશન સામે 73279 અરજદારોએ પરીક્ષા આપી હતી. તો 23 એપ્રિલના રોજ યોજાયેલી ટાટા-2ની પરીક્ષામાં અંદાજે 2.76 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરણ-6 થી ધોરણ-8ના શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા છ વર્ષ બાદ યોજવામાં આવી હતી.