GTU Recruitment 2024, ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી ભરતીઃ અમદાવાદ અને મહેસાણામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટની 76 જગ્યાઓ માટે ઉમેદવારો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કેવી રીતે કરવી, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર જેવી મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવું.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી પોસ્ટ વિવિધ જગ્યા 76 વય મર્યાદા વિવિધ અરજીનો પ્રકાર કરાર આધારિત અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 સત્તાવાર વેબસાઇટ https://www.gtu.ac.in/Recruitment.aspx
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી પોસ્ટની વિગત
સંસ્થા પોસ્ટ બ્રાન્ચ જગ્યા GSET એસોસિએટેડ પ્રોફેસર કમ્યુટર 1 GSET આસિસ્ટન્ટ પ્રોફેસર મેથેમેટિક્સ 1 GSET આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી 1 GSET આસિસ્ટન્ટ પ્રોફેસર કમ્યુટર 5 GSP એસોસિએટેડ પ્રોફેસર ફાર્માલોજી 2 GSP આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્માસ્યુટિકલ 2 GSMS એસોસિએટેડ પ્રોફેસર મેનેજમેન્ટ 3 GSMS આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ 4 GTU IKS-Dharohar આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ 1 GTU સિનિયર કમ્યુટર પ્રોગ્રામર NRT/Java 2 GTU સર્વર એડમિસ્ટ્રેટર – 1 GTU ડિરેક્ટરર (આઈટી) – 1 GPERI એસોસિએટેડ પ્રોફેસર કમ્યુટર 2 GPERI આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ 1 GPERI એસોસિએટેડ પ્રોફેસર ઇલેક્ટ્રીકલ 3 GPERI લેક્ચરર કમ્યુટર 12 GPERI લેક્ચરર મિકેનિકલ 2 GPERI લેક્ચરર સિવિલ 4 GPERI લેક્ચરર ઇલેક્ટ્રિકલ 3 GPERI લેક્ચરર મેથેમેટિક્સ 1 GPERI લેક્ચરર ફિઝિક્સ 1 GPERI લેક્ચરર અંગ્રેજી 1 GPERI પ્રોજેક્ટ ઓફિસર મિકેનિકલ 1 GPERI પ્રોજેક્ટ ઓફિસર ઇલેક્ટ્રીકલ 1 GTU એડમિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ – 20
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
જીટીયુ દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી માટે પગાર ધોરણ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 11 મહિનાના કરાર આધારિત ભરતી થવાની છે. આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને ફિક્સ પાગર મળશે.વિવિધ પોસ્ટ માટે વિવિધ પાગર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. વધારે માહિતી માટે જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
નોટિફિકેશન
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કેવી રીતે કરવી, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર જેવી મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://www.gtu.ac.in/Recruitment.aspx પર વિઝિટ કરો
- હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
- જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે.
- ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી
આ પણ વાંચોઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: સરકારી નોકરી માટે ફટાફટ કરો અરજી, આ દિવસે અરજી પ્રક્રિયા થઈ જશે બંધ
ઉમેદવારોને સૂચન આપવામાં આવે છે કે જેતે પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.





