ગુજરાત ટુરિઝમ ભરતી, વિવિધ મેનેજર પોસ્ટ માટે કરો અરજી, ₹ 50,000 સુધી મળશે પગાર

Gujarat Tourism Recruitment 2024, ગુજરાત ટુરિઝમ ભરતી : ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ મેનેજર પોસ્ટની ભરતી માટે સંપૂર્ણ માહિતી વાંચવા માટે આ સમચાર અંત સુધી ચોક્કસ વાંચવા, અરજી કરવા માટે 18 માર્ચ 2024 છેલ્લી તારીખ રાખવામાં આવી છે.

Written by Ankit Patel
March 07, 2024 12:46 IST
ગુજરાત ટુરિઝમ ભરતી, વિવિધ મેનેજર પોસ્ટ માટે કરો અરજી, ₹ 50,000 સુધી મળશે પગાર
ગુજરાત ટુરિઝમમાં મેનેજરોની ભરતી - photo - Gujarat tourism facebook page

Gujarat Tourism Recruitment 2024, ગુજરાત ટુરિઝમ ભરતી : ગુજરાતમાં નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ટુરિઝમ દ્વારા વિવિધ મેનેજરોની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે આસિસ્ટન્ટ જનરલ મેનેજરો અને ડેપ્યુટી મેનેજરોની કુલ 6 જગ્યાઓ માટે ભરવાની છે. ગુજરાત ટુરિઝમ દ્વારા આ પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો મેનેજરોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ. ઉમેદવારો આ પોસ્ટ માટે 18 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

Gujarat Tourism Recruitment 2024, ગુજરાત ટુરિઝમ ભરતી : મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ્સવિવિધ મેનેજર
કુલ જગ્યા6
લોકેશનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ18 માર્ચ 2024
ઓનલાઇન પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ20 માર્ચ 2024

ગુજરાત ટુરિઝમ ભરતીની વિવિધ પોસ્ટની માહિતી

પોસ્ટજગ્યા
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ)1
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય)1
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ)1
ડેપ્યુટી મેનેજર (IT)1
ડેપ્યુટી મેનેજર (PPP)1
ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ)1
કુલ સંખ્યા6

પોસ્ટ, પગાર અને ઉંમર

પોસ્ટપગારઉંમર
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ)₹ 50,00040 વર્ષ
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય)₹ 50,00040 વર્ષ
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ)₹ 50,00040 વર્ષ
ડેપ્યુટી મેનેજર (IT)₹ 45,00030 વર્ષ
ડેપ્યુટી મેનેજર (PPP)₹ 45,00030 વર્ષ
ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ)₹ 45,00030 વર્ષ

શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ

ગુજરાત ટુરિઝમ દ્વારા બહાર પાડેલી આસિસ્ટન્ટ જનરલ મેનેજરો અને ડેપ્યુટી મેનેજરોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આ પણ વાંચોઃ- CBSE ભરતી 2024 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો વિગતો

આ પણ વાંચોઃ- પરીક્ષા ટીપ્સ : જીઈઈ મેઇન્સ પરીક્ષા ક્રેક કરવા માટે અપનાવો આ ટીપ્સ, મળશે સરળતાથી સફળતા

અરજી ફી

કેટેગરીઅરજી ફી
જનરલ₹ 500
અન્ય₹ 300

કેવી રીતે અરજી કરવી?

  • પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત

કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાત અને અંગ્રેજીમાં નિપુણ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશેઓનલાઈન અરજીના છેલ્લા દિવસે ઉંમર નક્કી કરાયેલી વય મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ