scorecardresearch

ગુજરાતમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી, જગ્યા, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી

Gujarat vidhya sahayak bharati : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બે નોટિફિકેશન બહાર પાડ્યા છે. જેમાં સામાન્ય ભરતી અંગેના નોટિફિકેશમાં કુલ 1924 વિદ્યા સહાયકોની અને ઘટની ભરતી અંગેના નોટિફિકેશનમાં કુલ 676 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી, જગ્યા, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી
ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી

Vidhyasahayak bharti 2022: ગુજરાતના યુવકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિદ્યાસહાયકોની ભરતી માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બે નોટિફિકેશન બહાર પાડ્યા છે. જેમાં સામાન્ય ભરતીના નોટિફિકેશમાં કુલ 1924 વિદ્યાસહાયકોની અને ઘટની ભરતીના નોટિફિકેશનમાં કુલ 676 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બંને જાહેરાતોમાં અરજી કરવાની શરુઆતની તારીખ અને અરજી કરવાની છેલ્લી તારીખ અલગ અલગ દર્શાવવામાં આવી છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ટ્વીટમાં આપેલા આંકડા પ્રમાણે

  • ધોરણ 1થી 5માં 1,000 અને ધોરણ 6થી 8માં 1,600 એમ મળી કુલ 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે.
  • ધોરણ 1થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સમાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસાયકોની ભરતી કરાશે
  • આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદાવરોને સરકાર દ્વારા 5 ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
નોકરીના પ્રકારવિદ્યાસહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8
કુલ ખાલી જગ્યા2600 ખાલી જગ્યાઓ
પોસ્ટનું નામવિદ્યાસહાયક
વિદ્યાસહાયક ભારતીની જાહેરાતની તારીખ10 ઓક્ટોબર 2022
અરજી શરૂ થવાની તારીખ ( સામાન્ય જગ્યા)13/10/2022
અરજી કરવાની છેલ્લી તારીખ (સામાન્ય જગ્યા )22/10/2022
અરજી શરૂ કરવાની તારીખ (ઘટની જગ્યા )29/10/2022
અરજી શરૂ કરવાની તારીખ (ઘટની જગ્યા )07/11/2022
રજીસ્ટ્રેશન મોડમાત્ર ઓનલાઈન મોડ
નોકરીનું સ્થાનગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઇટસત્તાવાર વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો

ભરતી અંગેની મહત્વની તારીખો

જાહેરાત -1 (સામાન્ય ભરતી)

  • ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત જાહેરાત ક્રમ 05-2022 અને 06-2022માં વિવિધ 1924 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
  • આ જેહારત પ્રમાણે ભરતીનું ઓનલાઈન અરજી પત્રક સત્તાવાર વેબસાઈટ http://vsb.dpegujarat.in ઉપર તા. 13-10-2022ના રોજ સવારના 11 વાગ્યાથી તા. 22-10-2022ના રોજ બપોરના 15 વાગ્યા સુધી ભરી શકાશે.
  • સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 7-11-2022 (17 વાગ્યા સુધી) છે.

જાહેરાત-2 (ઘટની ભરતી)

  • ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત જાહેરાત ક્રમ 07-2022 અને 07-2022માં વિવિધ 676 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
  • આ જેહારત પ્રમાણે ભરતીનું ઓનલાઈન અરજી પત્રક સત્તાવાર વેબસાઈટ http://vsb.dpegujarat.in ઉપર તા. 29-10-2022ના રોજ સવારના 11 વાગ્યાથી તા. 07-11-2022ના રોજ બપોરના 15 વાગ્યા સુધી ભરી શકાશે.
  • સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 22-10-2022 (17 વાગ્યા સુધી) છે.

જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી જાણકારી

આ 2600 વિદ્યા સહાયકોની ભરતી અંગે માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતભાઇ વાઘાણીએ જણાવ્યુ કે, રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5 સુધીના વર્ગો માટે 1000 તેમજ ધોરણ 6 થી 8 સુધીના વર્ગો માટે 1600, એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

વધુ જાણકારી આપતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, જેમાં ધોરણ 1થી 5 સુધીના વર્ગો માટે 1000 વિદ્યા સહાયકો, ગણિત – વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. વિદ્યા સહાયકોની ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોની મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. જે હેઠળ આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને વધારાના પાંચ ટકા ગુણ આપવામાં આવશે.

Web Title: Gujarat vidhyasahayak bharti teacher recruitment government jobs

Best of Express